રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા કૂતરાઓ (Dogs) નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનો દ્વારા લોકો પર હુમલાના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેતપુરની આસોપાલવ સોસાયટી, કોટડીયા વિસ્તારમાં એક બાળક પર કૂતરાના હુમલાનો CCTV વીડિયો વાયરલ થયો છે.
ત્રણ મહિનામાં 1250 લોકોને કૂતરાઓ (Dogs) એ કરડ્યા
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બાળકના હાથ પર કૂતરાએ બચકા ભરતા તેને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં બાળકને 6 ટાંકા લેવા પડ્યા હતા. શહેરમાં સ્થિતિ એવી છે કે છેલ્લા માત્ર ત્રણ મહિનામાં 1250 લોકોને કૂતરાઓ (Dogs) એ કરડ્યા હોવાનું સામે આવ્યું છે. કૂતરાઓ (Dogs) ના વધતા હુમલાને કારણે બાળકો અને વૃદ્ધો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. મોડી રાત્રે પસાર થતા વાહનચાલકો પાછળ કૂતરાઓ દોડતા હોવાના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે.
આ પણ વાંચો : સરખેજ હત્યાકાંડનો આરોપી ગણતરીના કલાકોમાં અંબાજીથી ઝડપાયો, પૈસાની લેતીદેતીમાં મહિલાની હત્યા (Murder) કરી
નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ
અનેકવાર રજૂઆતો છતાં જેતપુર નગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓ (Dogs) ના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. શ્વાન કરડવાથી ઈજાગ્રસ્ત થતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાતા સમગ્ર શહેરમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
