- સુરતમાં મુસ્લિમ વૃદ્ધની શ્રી રામ પ્રત્યેની અનોખી ભક્તિ જોવા મળી
- દેશમાં રામ મંદિર બનાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આભાર વ્યક્ત કર્યો
સુરતના રાંદેરમાં રહેતા મુસ્લિમ વૃદ્ધ મોહમ્મદ ચિસાલાં ઉર્ધુમાં વાચે છે શ્રી મત ભગવત ગીતા, રામાયણ, કુરાનનું , પાઠાંતર કરી સર્વધર્મ સમાનનો એક દેશ અને દુનિયાને એક મહત્વનો સંદેશો આપ્યો સુરતમાં રહેતા 79 વર્ષીય નિવૃત્ત આચાર્ય મોહમ્મદ ચિસાલાના ઘરમાં ધાર્મિક ગ્રંથ કુરાન તેમજ હિંદુ ધર્મના ભગવત ગીતા અને રામાયણ છે. તેમની પાસે ઉર્દૂ ભાષામાં રામાયણ પણ લખાયેલી છે. વ્યવસાયે શિક્ષક એવા મોહમ્મદ ચિસાલા રામાયણ અને ભગવત ગીતાને એટલો જ આદર આપે છે જેટલો તે કુરાનનો આદર કરે છે. મોહમ્મદ ચિસલા 16 વર્ષની ઉંમરથી ભાગવત ગીતા વાંચી રહ્યા છે.અત્યાર સુધી તેમણે ભગવત ગીતા 50 વખત વાંચી છે.તેમણે માત્ર ભગવત ગીતા વાંચી જ નથી પરંતુ ઘણી જગ્યાએ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં ભગવત ગીતાના ઉપદેશ પણ આપ્યા છે. મોહમ્મદ ચિસલાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો
મુકેશ ગુરવ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં