- હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓની છેડતી મામલે પાંચ ઝડપાયા
- કોસિન્દ્રાની સ્કૂલની વિદ્યાર્થીનીઓની વાહનમાં કરાઈ હતી છેડતી
- કોસિન્દ્રાની સ્કૂલના બનાવ મામલે પાંચ ઝડપાયા
સંખેડા તાલુકાના એક ગામની છ બાળકીઓ સાથે છેડતીની ઘટનાના વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે કુલ પાંચ આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. સમગ્ર ગુજરાતને શર્મસાર કરનારી ઘટના સંખેડા તાલુકાના એક ગામમાં ઘટી હતી, જેમાં છ બાળકીઓની ચાલુ ગાડીમાં છેડતી કરવામાં આવી હતી. જેથી બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી પડી હતી. આ ઘટનાની છ આરોપીઓ સામે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અશ્વિન ભીલ નામના આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. બુધવારે રાત્રે બીજા અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરથી ધરપકડ કરી હતી. જ્યારે બાકીના ચાર આરોપીઓ ફરાર હતા. જેઓને શોધવા છોટા ઉદેપુર જિલ્લા પોલીસે કમર કસી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશન આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગામોમાંથી સુનીલ ભીલ અને શૈલેષ ભીલ ઝડપાઇ ગયા હતા. જ્યારે સુરેશ ભીલ નામના આરોપીને પોતાના ઘરેથી સંખેડા તાલુકાના અમરાપુરા ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી પરેશ ભીલને પકડવા પોલીસ પ્રયત્નશીલ છે. સંખેડા પોલીસ પકડાયેલા પાંચેય આરોપીઓની ઓળખ પરેડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધવલ બારીયા, અલ્કેશ તડવી, છોટાઉદેપુર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં