- મોડાસાના હજીરા વિસ્તારમાં બાઈકના શો રૂમમાં આગની ઘટના
- બાઈકના શો રૂમ માંથી ધુમાળાના ઘોટેઘોટાના દ્રશ્યો સામે આવ્યા
- આગને લઈ મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ
- ફાયર વિભાગની ટીમેં ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી
- બાઈકના શો રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ
- આગની ઘટનાને લઈ લોકો એકત્રિત થયા
અરવલ્લી શિયાળીની ઋતુમાં આગની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના મોડાસા ખાતે આવેલા હજીરા વિસ્તારમાં મોડી સાંજે શોરૂમ ભીષણમાં આગ લાગી હતી. હજીરા વિસ્તારમાં આવેલ બજાજના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવા આવી પહોંચી હતી.આગના પગલે બાઇક અને સ્કૂટીઓ બહાર કાઢવા પ્રયાસ કરાયો હતો. આગના કારણે હજીરા વિસ્તારમાં આગ બાદ વીજળી બંધ કરાઈ છે. તેમજ કોઈ પણ પ્રકારની જાનહાનિ અંગે માહિતી મળી નથી. હાલ તો ફાયર ફાઈટર સહિતની ટીમો આગ પર કાબુ મેળવવા અને કોઈ વધુ નુકશાન ના થાય એના પ્રયાસોમાં લાગી છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. તેમજ આજુબાજુની દુકાનોને સુરક્ષિત કરવામાં લાગી છે.
રુતુલ પ્રજાપતિ, અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં