- માણાવદરની ટ્યુલીપ હોસ્પિટલમાં ત્રણ સગર્ભાના મોતનો મામલો
- ત્રણેયને સમયસર રિફર કરી હોત તો બચી જતે: તપાસ સમિતિનો રિપોર્ટ
જૂનાગઢના માણાવદરમાં થોડા મહિના પહેલાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ ત્રણ સગૅભા મહિલાઓના એક સપ્તાહમાં સારવારમાં બેદરકારી ને કારણે મૃત્યુ થયા હતા જે બાબતે તપાસ સમિતિ નો રિપોર્ટ આવ્યો છે અને જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો સમયસર આ સગૅભાઓને રિફર કરી હોત અને સારવાર મળી ગઈ હોતતો કદાચ આ બનાવને ટાળી શકાત તેવું રિપોર્ટમાં જણાવાયું છે..થોડા મહિના પહેલાં માણાવદર ની ટ્યુલીપ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સારવાર દરમિયાન ત્રણ પ્રસ્તુતા મહિલાઓનાં સારવાર દરમિયાન મોત નિપજેલ હતાં જે બાબતે તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી અને તપાસ પુરી થયે તપાસ સમિતિ નો રિપોર્ટ આવ્યો છે તે અતૅગત જો સમયસર સગર્ભા માતાને રિફર કરવામાં આવ્યા હોત અને સારવાર મળી હોત આ ધટનાને ટાળી શકાય હોત તેવું જણાવાયું છે તપાસ ટીમના રિપોર્ટમાં આ હોસ્પિટલ ના તબિબોની બેદરકારી દાખવી છે તેવું જણાઈ આવ્યું છે અને જવાબદારો તબિબો સામે ધોરણસરની કાયૅવાહી કરવા માટે તપાસ ટીમના અધિકારી એ ગુજરાત મેડિકલ કાઉન્સિલ ને રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ તપાસ ટીમનો સ્પષ્ટ અહેવાલ તેમ છતાં જીલ્લા આરોગ્ય અધિકારી એ આ કેસમાં બેદરકારી રાખનારા ડોક્ટરોના નામ જાહેર કર્યા ન હતા જેથી ભોગ બનનાર મહિલાઓના પરિવારજનોમાં જીલ્લા આરોગ્ય અધિકારી સામે રોષ ફેલાયો છે તો બીજી તરફ આ ભુલ કરનાર કોણ તબિબ છે ? તે બાબતે સ્પષ્ટ ન જણાવી અને જીલ્લા આરોગ્ય વિભાગ પગલાં લેવાને બદલે આ મામલે મેડીકલ કાઉન્સીલને રિપોર્ટ કરી કાયૅવાહી કરવા જણાવતાં આ મુદે લોકોમાં તરહ તરહની ચચાૅઓ થઈ રહી છે
પ્રકાશ દવે સાથે હિરેન મેંદપરા, જુનાગઢ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં