- પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવાર સૂર્ય નમસ્કારની સાથે ઉગી
- કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમાં સૂર્યની ઉપાસના
- શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ કર્યા સૂર્યનમસ્કાર
સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટીમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે. આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદેશ્ય સાથે સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આજરોજ પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી. પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમાં 500 થી વધુ લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.01 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌ પ્રથમ રાજ્યમાં ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા, મહાનગરપાલિકા તેમજ રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા હતા. સૂર્યનું પ્રથમ કિરણ જ્યા પડે છે, એવા મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા. રાણકી વાવ ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. તદઉપરાંત સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં