
- એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ ટ્રેન નીચે પડતું મુક્યું
- બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામનો બનાવ
ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ટ્રેન રવિવારની સાંજના પાંચ વાગ્યે ભાવનગરથી અમદાવાદ જવા માટે નીકળી હતી. દરમિયાન સાંજના સવા છ વાગ્યે નિંગોળા આલમપર વચ્ચે બે મહિલા અને બે પુરુષ સહિત કુલ ચાર જેટલી વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.
સામુહિક આપઘાતના બનાવમાં મૃતકો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ૪૨ વર્ષીય મંગાભાઈ વિંઝુડા, ૨૦ વર્ષીય જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા, ૨૦ વર્ષીય રેખાબેન મંગાભાઈ વિંઝુડા અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવશે. કયા કારણોસર પરિવારના ચાર જેટલા સભ્યોએ આપઘાત કરી લીધો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવશે. બનાવને પગલે તાત્કાલિક અસરથી બોટાદ પોલીસ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી.
ભોથાભાઈ શેખલીયા, બોટાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં