- દિયોદર ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
- વાહનવ્યવહાર માટે 36 કરોડના ઓવર બ્રિજને ખુલ્લો મુકાયો
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં 31 ડિસેમ્બરને રવિવારના રોજ દિયોદર ખાતે 36 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આજરોજથી વાહનવ્યવહાર અવરજવર માટે ઓવર બ્રિજને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવર બ્રિજનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા 36 કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે 993 મીટર લાંબા અને 11 મીટર પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દિનેશ ઠાકોર, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં