- કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ગરીબ-મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીની પજવણી
- વોર્ડન દ્વારા વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચરના કરાયા આક્ષેપ
- વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ કરી ડીઇઓને કરી રજૂઆત
બનાસકાંઠામાં ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે. જ્યાં અંતરિયાણ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિના મૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં 100 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિ દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે,તેના જન્મદિવસની ઊજવણી માટે વિદ્યાર્થિનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે,એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હતો. ત્યારે વારંવાર વૉર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામા મચાવ્યો હતો
દિનેશ ઠાકોર, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં