- ભિલોડા તાલુકાના HP ગેસની ઓફિસે મહિલાઓની ભારે ભીડ
- ફિંગર અપડેટેશન માટે દૂર દૂરથી આવતી મહિલાઓને મુશ્કેલી
- ત્રણ-ત્રણ, ચાર ચાર દિવસથી નંબર ન આવતો હોવાનો આક્ષેપ
અરવલ્લી જીલ્લામાં આવેલા ભિલોડા તાલુકાના HP ગેસની ઓફિસે મહિલાઓની ભારે ભીડ ઉમટી હતી ફિંગર અપડેટેશન માટે દૂર દૂરથી સમગ્ર તાલુકામાંથી આવતી મહિલાઓને મુશ્કેલી સર્જાઈ હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપડેટેશન માટે એજન્સીની ઓફીસ પહોંચે છે, ત્રણ-ત્રણ, ચાર ચાર દિવસથી નંબર ન આવતો હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. ગેસની ચોપડીમાં સબસીડી માટે ફિંગર વેરિફિકેશન માટે મહિલાઓએ રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો, મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપટેડેટેશન આવતી હોવાથી મહિલાઓને હાલાકી સર્જાઈ હતી. એજન્સી દ્વારા ગ્રામપંચાયતમાં ફિંગર અપડેટેશનની કામગીરી કરાય તેવી મહિલાઓએ માંગ કરી હતી. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ના કરાતા તાલુકાની જનતાને મુશ્કેલી પડી રહી છે લોકોનો સમય અને નાણાંનો વ્યય થતો હોવાનું મહિલાઓનું નિવેદન સામે આવ્યું છે.
આ સમાચાર નો વધુ એહવાલ વિડિયો માં જોશો
જયદીપ ભાટીયા અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં