- તાલાલા તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી રૂમમાં પડ્યા ગાબડાં
- તાલાલાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ની જોખમી અને દયનિય સ્થિતી
- અહીં આરોગ્ય કેન્દ્રનું જ `આરોગ્ય’ ખરાબ! છે
- જ્યાં જનની આપે છે જન્મ ત્યાં માથે મંડરાય છે મોત!
- તાલાલા ગીર ના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જોખમી સારવાર લેવા મજબૂર નાગરિકો
ગીર ના પાટનગર અને તાલુકા ના 45 ગામની દોઢ લાખ ની જનતા આરોગ્ય સેવા અર્થે આવે છે એવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની વરવી વાસ્તવિકતા જોવા મળી છે.તાલાલા ગીર નું સામુહિક કેન્દ્ર જેટલું જર્જરિત છે તેના થી બેગણી મજબૂત અહીંના તબીબો ની આરોગ્ય સેવા છે.અહીં રોજ ની 400 થી વધુ OPD, 8 જેટલા નાના મોટા ઓપરેશન, પ્રતિ માસ 200 થી વધુ પ્રસૂતા અહીં ઓન રેકોર્ડ છે.તાલાલા તાલુકા ઉપરાંત આજુબાજુ ના સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા, ઉના, માળીયા સહિત ના તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માંથી લોકો અહીં સારવાર અર્થે આવે છે.અદ્વિતીય અને અનમોલ આરોગ્ય સેવા આપતા
આ સામુહિક કેન્દ્ર ના વિકાસ માટે ત્રણેક વર્ષ પૂર્વે રાજ્ય સરકારે 4.5 કરોડ ની ગ્રાન્ટ મંજુર કરી આપી છે પરંતુ આ વિકાસ આજે વર્ષો પછી પણ કાગળ માં જ અટવાયો છે.ત્યારે આ વિસ્તાર ના સ્થાનિકો વહેલી તકે આ સમુહીક આરોગ્ય કેન્દ્ર ના વિકાસ માટે સરકાર ને વિનંતી કરી રહ્યા છે.જે ઓરડામાં મહિલાઓ બાળકને જન્મ આપે છે ત્યાં માથા ઉપર પોપડા પડી રહ્યા છે.એટલે કે, બાળક જન્મે ત્યારે જ તેના માથા પર મોતની જેમ આ ખંડેર છત મંડરાતી રહે છે.આરોગ્ય કેન્દ્રમાં હાલ સુવિધાઓનો તો અભાવ છે જ પરંતુ તેની સાથે-સાથે પ્રસુતી માટે આવતી મહિલા અને તેના સંતાનના જીવને પણ જોખમ છે. પરંતુ સરકારનું કે, સ્થાનિક તંત્રના પેટનું પણ પાણી નથી હલી રહ્યું. સામુહિક આરોગ્ય કેન્દ્રની આ હાલતને જોતા અહીં સવાલ એ થાય છે કે, શું આ ખંડેર આરોગ્ય કેન્દ્રને વિકાસ કહે છે સરકાર? સ્લેબનું પોપડું માથે પડવા પર બાળકને કે માતાને કાંઈ થયું તો કોણ જવાબદાર? કેમ આ સામુહિક આરોગ્ય કેન્દ્રની ખંડેર હાલત છે? વિકાસ માટે ની ગ્રાન્ટ વર્ષો વીતી જવા છતાં શા માટે ફક્ત કાગળ પર જ રહી ગઈ?સવાલો અહીં લોકોના મનમાં અનેક છે.પરંતુ આશા રાખીએ કે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના આ રિપોર્ટ બાદ સરકાર આ દિશામાં કોઈ પગલા ભરશે.અને આ ખંડેર સામૂહિક આરોગ્ય કેન્દ્રને ફરી વિકાસની નવી છત મળશે.
અરવિંદ સોઢા, તાલાલા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો