- સોરાષ્ટ્ર્રમાં નીલ ગાય, દક્ષિણમાં જંગલી દુક્કરોનો ઉપદ્રવ
- સુરતના ઓલપાડ અને માંગરોળ તાલુકામાં જંગલી ભૂંડોનો ત્રાસ
- ભરૂચના મહેગામ સહિત આજુબાજુના ગામોમાં જંગલી ગાયોનો ઉપદ્રવ
- દિવસમાં કાળી મજૂરી કરી પોતાના ખેતરોમાં પાક તૈયાર કરે છે
- પણ ચાર પગ રૂપી આફત રાતના અંધારા માં આવે છે અને આખુ ખેતર ખેદાન મેદાન કરી નાંખે છે
- તો બીજી તરફ સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતો પોતાના ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે
- એક તરફ જંગલી ડુક્કર અને ખુંખાર દીપડા ક્યારે સામેં આવી જાય એનો ડર
- ખેડૂતો ટોળાં માં હાથ માં મશાલ લઇ ખેડૂતો ખેતરમાં જવા મજબુર બન્યા
આમ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. પણ આ દેશના ખેડૂતોની હાલત સારી નથી. ભારત નહીં પણ ગુજરાત ના ખેડૂતો હાલ પરેશાન છે. કુદરતી માવઠાનો મા કળ વળી નથી ત્યાં ફરી ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં નવી આફત આવી ને ઉભી છે. આ આફત જગલી દુક્કરોની ખેડૂતોના ખેતરમાં ચાર પગ કરી નાંખે છે ઉભો પાક સ્વાહા
આ દ્રશ્ય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી પારડી ગામની સિમના .આ ગામના ખેડૂતો શેરડી અને શાકભાજી ની ખેતી કરે છે પરંતુ આ ગામના લોકોનો હાલત દયનિય બની છે કેમકે રાત્રે જંગલી દુક્કરો નું ટોળું આવે છે અને આખો શેરડી નો પાક સવાહ કરી નાંખે છે. પોચી જમીનમાં અળસીયા ખાવાના ચક્કરમાં આ જંગલી દુક્કરો શેરડીનો ઉભો પાક બહાર કાઢી નાંખે છે. આથી ખેડૂતોને પારાવાળ નુકશાનીનો સામનો કરવો પડે છે.પોતાનો કિંમતી પાક બચાવવાં માટે ખેતરે જતા પણ ડર લાગે છે. કેમકે મોટી પારડી ગામેં ખુંખાર દીપડા ઓ પણ દેખાઈ રહ્યા છે આથી સાંજ પડતા ખેડૂતો ખેતરે જતા પણ ડરી રહ્યા છે
મોટી પારડી ગામના લોકો હાથમા સળગતી મશાલ લઇ ને ખેતરમાં પોતાના શેરડીના પાક ને બચાવવાં ટોળામાં જાય છે કેમકે ગામની સીમમાં ખુંખાર દીપડા જોવા મળી રહ્યા છે.. આ ખેડૂતોનો હાલત સારી નથી. થોડા સમય પહેલા અચાનક આવેલા માવઠા અને વાવાઝોડા ના કારણે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હતા. ત્યારે હવે ખેડૂતોના ખેતરમાં દુક્કરો નો ત્રાસ જોવા મળી રહ્યો છે.સુરતના માંગરોળ અને ખેડૂતો ની હાલત દયનિય બની ગઈ છે
રમેશ ખંભાતી માંગરોળ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો