જૂનાગઢના ભેસાણમાં અયોધ્યામાં શ્રી રામચંદ્ર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી અક્ષત કળસયાત્રા નીકળી
જુનાગઢ જિલ્લાના સમગ્ર તાલુકા તેમજ ગામડાઓમાં અયોધ્યા થી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુ ના અક્ષત કળશ ને ભક્તો ઠેર ઠેર વધાવી રહ્યા છે હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર અયોધ્યા નગરીમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જેમાં ભારતભરના સંતો મહંતો અને દેશ વિદેશના પ્રભુ શ્રી રામચંદ્ર પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ માં કરોડો ભક્તો સીધા જોડાવાના હોય જેને લઈને હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ સાધુ સંતો દ્વારા ગુજરાત ભરમાં અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભેસાણ શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈને ગંગેશ્વર મહાદેવ મંદિરે સુધી હજરો ભક્તો દ્વારા આ કળશયાત્રા કાઢવામાં આવી હતી જેમાં અયોધ્યાથી આવેલા 52 જેટલા અક્ષત કળશ અલગ અલગ ગામડોમાં મંદિરે આપવામાં આવ્યા છે સંયોજક ચિંતનભાઈ ઉંધડ અમિતભાઈ વેગડા વિજયભાઈ ભટ્ટી ભાવેશભાઈ વેકરીયા વિરલભાઈ ભેસાણીયા ઘનશ્યામભાઈ વઘાસિયા ધનસુખભાઈ મોવલીયા તેમજ હિન્દુ સંગઠનના સ્વયંસેવકો અને મહંત સુખરામદાસ બાપુ દ્વારા ધર્મસભાનું નું આયોજન કરી કાર સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર જૂનાગઢ જીલ્લો જયશ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.