ઉનાળામાં અનેક લોકો ગરમી અને થાકનો અનુભવ કરતા હોય છે. ઉનાળામાં ખાવા-પીવામાં વધુ ધ્યાન રાખવાની જરૂર પડે છે. ખોટી વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. આ સ્થિતિમાં તમારા શરીરની ઉર્જા વધારવા માટે તમે આહારમાં ઘણા પ્રકારના ફળોનો સમાવેશ કરી શકો છો. તમે કેરી ખાઈ શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે.
ઉનાળામાં લોકો દ્વારા કેરીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. ઉનાળામાં તમે અનેક પ્રકારની કેરીઓ ખાઈ શકો છો. કેરી પ્રેમીઓ આખું વર્ષ આ સિઝનની રાહ જોતા હોય છે. કેરીનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો. તમે તેને શેક અને લસ્સી જેવી ઘણી રીતે ડાયટમાં (Diet) સામેલ કરી શકો છો. તમે સવારના નાસ્તામાં મેંગો ચાટ (Mango Chaat) ખાઈ શકો છો. થોડા જ સમયમાં બની જાય છે ખાટી-મીઠી અને મસાલેદાર મેંગો ચાટ. ચાલો જાણીએ તેને બનાવવાની રીત
આ રહી મેંગો ચાટ બનાવવા માટેની સામગ્રી
- 1 પાકી કેરી,
- 1 કાચી કેરી,
- 1 ટામેટા બારીક સમારેલા,
- 1 ડુંગળી બારીક સમારેલી,
- 1/4 ચમચી જીરું પાવડર,
- 1/4 ચમચી લાલ મરચું પાવડર,
- 1 ચમચી લીલા ધાણા સમારેલા,
- 1 ટીસ્પૂન ફુદીનાના પાન બારીક સમારેલા,
- 1 ચમચી લીંબુનો રસ,
- 1 લીલું મરચું સમારેલ,
- 1 ચપટી કાળું મીઠું,
- 1 ચપટી મીઠું, લીલી ચટણી, મીઠી ચટણી.
મેંગો ચાટ બનાવવાની રીત
- પાકેલી કેરીને છોલીને નાના ભાગોમાં કાપી લો.
- તેને એક બાઉલમાં રાખો.
- હવે કાચી કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.
- આ પછી એક મિક્સિંગ બાઉલ લો.
- તેમાં પાકી કેરીના ટુકડા ઉમેરો અને કાચી કેરી ઉમેરો.
- આ બંનેને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરી લો.
- લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર અને કાળું મીઠું સ્વાદ મુજબ ઉમેરો.
- ચમચીની મદદથી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
- ચાટમાં લીલી ચટણી અને મીઠી ચટણી ઉમેરો.
- હવે તેમાં લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ ફુદીના અને કોથમીરથી ગાર્નિશ કરો.
- આ રીતે તૈયાર થઈ જશે તમારી સ્વાદિષ્ટ મેંગો ચાટ.
કેટલી લાભદાયક છે કેરી?
કેરીમાં વિટામિન A, E, C, આયર્ન, બીટા કેરાટિન, ફોલેટ, ઝિંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. કેરીમાં પાણી અને ડાયેટરી ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેરીમાં હાજર વિટામિન C અને A ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કરચલીઓ અને ફાઈન લાઈન્સ દૂર કરવાનું કામ કરે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.