Hockey Womens Asian Champions Trophy : બિહારના રાજગીરમાં ચાલી રહેલી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય મહિલા હોકી (Hockey) ટીમે સેમી ફાઇનલમાં જાપાનને હરાવ્યું હતું. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો ચીન સામે થશે. સેમી ફાઇનલની મેચ ખૂબ જ રોમાંચક હતી, કારણ કે બંને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી. બિહાર મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024ની પ્રથમ સેમિફાઇનલમાં ચીન મલેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.
જાપાન અને મલેશિયા વચ્ચે મુકાબલો થશે, ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ચીન સાથે થશે.
બિહાર મહિલા એશિયન હોકી (Hockey) ચેમ્પિયન્સ ટ્રોફીના છઠ્ઠા દિવસની પ્રથમ મેચમાં કોરિયાએ થાઈલેન્ડને હરાવીને પાંચમું સ્થાન મેળવ્યું હતું. છઠ્ઠા દિવસની પ્રથમ સેમિફાઇનલમાં ચીન અને મલેશિયા વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ચીને મલેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે છઠ્ઠા દિવસની બીજી સેમિફાઇનલમાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો હતો. સ્ટેન્ડિંગ કોમ્પિટિશનમાં ટીમ ઈન્ડિયાએ જાપાનને 2-0થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે આજે બુધવારના રોજ ત્રીજા અને ચોથા સ્થાન માટે જાપાન અને મલેશિયા વચ્ચે મુકાબલો થશે. જ્યારે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં ચીન સામે ટકરાશે.
ભારતીય ટીમ અજેય રહી
ભારતીય મહિલા હોકી (Hockey) ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તમામ મેચો જીતી છે. ટીમે મલેશિયા, કોરિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાનને હરાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. ટીમની કેપ્ટન સલીમા ટેટે અને સ્ટ્રાઈકર દીપિકાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહનું માનવું છે કે ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. સેમિફાઇનલની મેચ પહેલા તેમણે કહ્યું હતું કે અમારી ટીમ આક્રમણ અને સંરક્ષણના સંતુલન પર વિશેષ ધ્યાન આપી રહી છે, અમે જાપાન સામે સખત મેચની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ અમે અમારી જીત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો : ICC Champions Trophy 2025: પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પર અડગ, PCB ચીફે ICCને કરી અપીલ, BCCI પર આપ્યું આ નિવેદન
ભારતની હોકી (Hockey) ટીમની તાકાત
સેમિફાઇનલની મેચ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ભારતીય ટીમની તાકાત તેની વિવિધતામાં રહેલી છે. બેકલાઇન, મિડફિલ્ડ અને ફોરવર્ડ લાઇનના તમામ ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. દીપિકા ઉપરાંત ઉદિતા, સુશીલા ચાનુ અને વૈષ્ણવી વિટ્ટલ ફાળકે પણ ટીમના મહત્વના ખેલાડીઓ છે. સેમિફાઇનલની મેચ પહેલા કેપ્ટન સલીમા ટેટેએ કહ્યું હતું કે અમે ગ્રૂપ સ્ટેજમાં જાપાનને હરાવ્યું હતું, પરંતુ સેમિફાઇનલ એક અલગ મેચ હશે. અમે અમારી વ્યૂહરચના અને ટીમની તાકાતમાં વિશ્વાસ રાખીએ છીએ.
અન્ય મેચો
ગઈકાલે મંગળવારે બે સેમી ફાઈનલ મેચ રમાઈ હતી. પ્રથમ મેચ ચીન અને મલેશિયા વચ્ચે રમાઈ હતી જ્યારે બીજી મેચ ભારત અને જાપાન વચ્ચે રમાઈ હતી. પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે કોરિયા અને થાઈલેન્ડ વચ્ચે પણ સ્પર્ધા થઇ હતી. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતે વિજય મેળવતા ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો સામનો ચીન અથવા મલેશિયા સામે થઈ શકે છે. ભારતીય ટીમની નજર માત્ર ટૂર્નામેન્ટ જીતવા પર જ નહીં પરંતુ તેના પ્રદર્શનથી એશિયન હોકીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા પર છે. ભારતે અત્યાર સુધીમાં 26 ગોલ કર્યા છે. તમે આ લિંક https://in.ticketgenie.in/events/Bihar-Womens-Asian-Champions-Trophy-Rajgir-2024 પર ક્લિક કરીને મેચ વિશેની તમામ માહિતી મેળવી શકો છો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી