
IND vs ENG, 4th Test: ટીમ ઈન્ડિયાએ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને પાંચ મેચોની શ્રેણી પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતીને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. અને ભારત આમ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોના નામે પણ આ મહાન રેકોર્ડ ક્યારેય નોંધાયો ન હતો, જેને ટીમ ઈન્ડિયાએ રાંચીમાં પોતાના નામ સાથે જોડ્યો હતો.
IND vs ENG:ભારતીય ધરતી પર સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી
વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી જીતીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં હરાવીને અને ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ શ્રેણી કબજે કરીને ઈતિહાસ રચ્યો છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત 28 રનથી હારી ગયું હતું.
આ પછી ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી હતી. અને ભારતે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચ 106 રને જીતી લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 434 રને જીતી લીધી હતી. હવે, રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ 5 વિકેટે જીતીને, ભારતે શ્રેણી પર કબજો કર્યો લીધો છે અને 3-1ની અજેય સરસાઈ મેળવી છે.
IND vs ENG:12 વર્ષ સુધી કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી
મહત્વનું છે કે નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના મામલે ટીમ ઈન્ડિયા પછી ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા બે વખત ઘરઆંગણે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ છે. ભારત ઘરઆંગણે રમાયેલી છેલ્લી 50 ટેસ્ટ મેચોમાં માત્ર 4 મેચ હારી છે. ભારતીય ટેસ્ટ ટીમ માટે આખું ભારત કિલ્લો છે. ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના મામલે ભારતીય ટીમની નજીક પણ કોઈ ટીમ નથી.
IND vs ENG:ટીમ ઈન્ડિયા હાલમાં ભારતીય ધરતી પર સતત 17 ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
- ઓસ્ટ્રેલિયા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 4-0 (4) (2013)થી જીતી
- વેસ્ટ ઈન્ડિઝ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2013)થી જીતી
- દક્ષિણ આફ્રિકા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-0 (4) (2015)થી જીતી
- ન્યુઝીલેન્ડ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-0 (3) (2016)થી જીતી
- IND vs ENG – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 4-0 (5) (2016)થી જીતી
- બાંગ્લાદેશ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (1) (2017)થી જીતી
- ઓસ્ટ્રેલિયા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-1 (4) (2017)થી જીતી
- શ્રીલંકા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (3) (2017)થી જીતી
- અફઘાનિસ્તાન vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (1) (2018)થી જીતી
- વેસ્ટ ઈન્ડિઝ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2018)થી જીતી
- દક્ષિણ આફ્રિકા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-0 (3) (2019)થી જીતી
- બાંગ્લાદેશ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2019)થી જીતી
- IND vs ENG – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 3-1 (4) (2021)થી જીતી
- ન્યુઝીલેન્ડ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0 (2) (2021)થી જીતી
- શ્રીલંકા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-0 (2) (2022)થી જીતી
- ઓસ્ટ્રેલિયા vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 2-1 (4) (2023)થી જીતી
- ઈંગ્લેન્ડ vs ઇન્ડિયા – ટીમ ઈન્ડિયા 3-1 (5)થી આગળ છે (1 મેચ બાકી – 2024)
આ પણ વાંચો:સજીવન સજના કોણ છે ? કેમ તેની ચર્ચા સોસીયલ મીડિયામાં ચાલી રહી છે ?
2013 થી ઘરઆંગણે (ટેસ્ટ ક્રિકેટમાં) ભારતનો રેકોર્ડ
મેચ – 50
જીત – 39
હાર – 4
ડ્રો – 7
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી