- આજના દિવસે લિંગની પૂજા કરવાથી 100 શિવરાત્રીની પૂજાનું પુણ્ય મળે છે
- 11,21,51અને 108 દિપ પ્રાગટ્ય ઘર યા મંદિરમા કરવા
વિશાળ અને વિરાટ પુરાણ પ્રસિદ્ધ
ભારતવર્ષની ધર્મ સંસ્કૃતિમા ભગવાન શિવ શિરમોર રહ્યા છે અં એક જ દેવ એવા છે જેમની વાડી સદાય ઉઘાડી રહે છે, ઈચ્છો ત્યારે દર્શન કરીશ શકો પછી તે ઘર, ગલી ગામ કસ્બા, નગર, મહાનગર કે પછી બાર જ્યોતિર્લિંગ હોય તમે ભોળા શિવને સ્મરણમા સતત રાખી શકો, આધ્યાત્મિક દિવ્ય દ્રષ્ટિ કેળવીને એક શિવભક્તે લખ્યું હતું કે શિવ દર્શન તો પ્રકૃતિમા કરી શકો
તેઓ પૃથ્વીને પીઠિકા અને આકાશને લિંગ રૂપે દર્શને મૂકે છે, આ દર્શન આપણે પણ હર પળ કરી શકીએ જો આપણી શ્રદ્ધા શિવને જોવાને હોય તો….. અહીં કેન્દ્ર સ્થાને શિવલિંગ છે જેને પુરાણ ભાષામા આત્મલિંગ પણ કહે છે, શિવ તસ્વીર એ આપણી શ્રદ્ધા તસ્વીર છે પણ લિંગ પુરાણ પ્રસિદ્ધ આકાર છે જેની કથા આજની તારીખ અને તિથિ સાથે ખૂબ મહત્વ ધરાવે છે.
આજે તારીખ 27/12/2023નાં રોજ માગશર માસનું મહા આદ્રા નક્ષત્ર છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી..આ વખતે આ નક્ષત્ર તારીખ 27/12/2023નાં છે માટે બધાંએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11,21,51, કે 108 દીપ પ્રગટાવવા અને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવવા, આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે,આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે માટે બધાંએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહા આદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્વ છે આની જાણ તમારાં દ્વારા જેટલાં લોકોને મળશે એટલી બધી કૃપા તમારાં પર વધારે થશે
હર હર મહાદેવ
હરેશ જાની
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો