- સુરતના પુણામાં ઈલેક્ટ્રીકના બે થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાઈ
- કાર ધડાકાભેર અથડાતાં બન્ને ઈલેક્ટ્રીકથાંભલા થયા ધરાશાયી
સુરતના પુણાગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીની હરીઓમ સ્કુલના ગેટ પર ઈલેક્ટ્રીકના બે થાંભલા સાથે કાર અથડાતા થાંભલાઓ ધરાશાયી થયા હતા. સર્જાયેલી અકસ્માતની ઘટનાના દ્રશ્યો સીસી ટીવીમાં કેદ થઇ છે.
પુણાગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીના શેરી વિસ્તારના રોડમા પુર ઝડપે કાર બે ઇલેક્ટ્રીકના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે હિટર્ન રનના મામલા હાઇવે ઉપર અને રસ્તા ઉપર જોવા મળે છે હવે આવા જ કિસ્સાઓ રેસીડેન્સ સોસાયટીમાં પણ જોવા મળી રહ્યા છે જેનું કારણ કે રેસીડેન્ટલ સોસાયટીની અંદર કોમર્શિયલ કામ કરનાર વ્યક્તિઓ વધી ગયા હોય અને ફોરવીલર હોય કે ટુ વ્હીલર પૂર ઝડપે ચલાવી રહ્યા હોય કોઈ રોકટોક કરે તો તેઓને ધમકી આપવામાં આવતી હોય છે અને આવા લુખ્ખા તત્વોના ડરથી કોઈ પોલીસ કમ્પ્લેંટ પણ નથી કરી શકતા જ્યારે જે જગ્યાએ આ બનાવ બન્યો તે જગ્યાએ એક થી 12 ધોરણ સુધીની સ્કૂલ પણ આવેલી છે હરિઓમ સ્કૂલ ના ગેટ પાસે જ આવેલ થાંભલા સ્કૂલ છૂટવાની પહેલા જ કાર અથડાય અને થાંભલા ધરાશાય થતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને કારચાલક કાર ભટકાડીને કાર લઇ ફરાર થઈ ગયો હતો અને સુરત ડીજીવીસીએલ ને જાણ થતા ડીજીવીસીએલ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે આવીને પોતાની કામગીરી શરૂ કરી હતી..
કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં