UPI Payment service in UAE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા છે. UAEના પ્રવાસે પહોંચેલા PM મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને સાથે મળીને અબુ ધાબીમાં UPI રુપે પેમેન્ટની શરૂઆત કરી. પીએમ મોદી અને શેખ મોહમ્મદે પ્રથમ પેમેન્ટ સાથે આ સેવા શરૂ કરી હતી.
હવે UAE માં પણ UPI પેમેન્ટ
પીએમ મોદીના પ્રવાસ દરમિયાન UAEમાં એક મોટી શરૂઆત કરવામાં આવી છે. હવે યુએઈમાં પણ લોકો UPI દ્વારા પેમેન્ટ કરી શકશે. ભારતીય પ્રવાસીઓને આનો સૌથી વધુ ફાયદો થશે. ચુકવણીમાં સરળતા રહેશે. ત્યાં રહેતા ભારતીયોને પણ આનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા 12 ફેબ્રુઆરીએ શ્રીલંકા અને મોરેશિયસમાં UPI પેમેન્ટ સેવા શરૂ કરવામાં હતી.
UPI પેમેન્ટ ભારતની બહાર સૌપ્રથમ સિંગાપોરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી નેપાળ, ભૂતાન અને ફ્રાન્સમાં તેની શરૂઆત થઈ. ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં પણ તેની શરૂઆત થવા જઈ રહી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, અન્ય દેશો પણ ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં રસ દાખવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા દેશો આ પેમેન્ટ સિસ્ટમમાં જોડાઈ ચૂક્યા છે અને એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં આ લિસ્ટમાં વધુ દેશો સામેલ થશે.
આ પણ વાંચો:PM સૂર્ય ઘર: ઘરો પર સોલાર પેનલની યોજના હવે – PM સૂર્ય ઘર, માત્ર 22 દિવસમાં બદલાયું PM મોદી સંબંધિત યોજનાનું નામ
તમને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI વિકસાવ્યું છે. UPI મોબાઈલ એપની મદદથી તમે સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આના દ્વારા આંતર-બેંક વ્યવહારોની સુવિધા મળે છે. Rupay કાર્ડની મદદથી તમે વૈશ્વિક સ્તરે પેમેન્ટ કરી શકો છો. ધીરે ધીરે અન્ય દેશો પણ આ ડિજિટલ પેમેન્ટ સેવામાં જોડાઈ રહ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી