સોપારી સુરતના ઇસ્માઇલ શેખ ઉર્ફ ઘોડાવાળાએ આપી હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું જમીનના પેસા ની લેતીદેતીમાં કરાઈ ઘાતકી હત્યા સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી ચાર આરોપીને ઝડપી પાડ્યા
ઓલપાડ મુસ્લિમ યુવક હત્યા મામલો
વાત કરીએ ઘાતકી હત્યાં ની ઓલપાડના પરા વિસ્તારમાં 25 જાન્યુઆરીની રાત્રે અંજાર મલેક ની ઘાતકી હત્યા કરી ચાર આરોપી ફરાર થયા હતા જેના સી. સી. ટીવી પણ સામે આવ્યા હતા. હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી ચાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી ની પૂછપરછમાં હત્યાનું કારણ જમીન અને પેસા ની લેતીદેતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા જેમાં એમાં એક બાળ આરોપી હોવાનું બહાર આવ્યું હતું.જુઓ અમારો વિશેષ અહેવાલ જેને ગુરુ માન્યા એજ હત્યારો નીકળ્યો
યુવાનની ઘાતકી હત્યા નો ભેદ ઉકેલાઈ ગયો
આ દ્રશ્ય સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસના છે.. અને પોલીસ જે ચાર યુવાનોને મોઢા પર બુકાની બાંધી લાવી રહી છે એ રીઢા હત્યારા છે. આ ચાર હત્યારા એ મળી ઓલપાડના પરા વિસ્તારમાં અંજાર શેખ નામના યુવકની તેની જ સોસાયટી માં ઘાતકી હત્યાં કરવામાં આવી હતી. મૃતકે હત્યારાને પોતાની સોસાયટીમાં આશરો આપ્યો હતો.આરોપી મૃતકના ઘરની બાજુમાં એક સપ્તાહ થી રહેતા હતા અને 25 જાન્યુઆરી ની રાત્રે સમય મળતા અંજાર શેખની ઘાતકી હત્યા કરી બે એક્ટિવા પર ફરાર થઇ ગયા હતા જેના સી. સી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા
આ પણ વાંચો:રામમંદિર ચળવળમાં સામેલ મુખ્ય વ્યક્તિઓ અને તેઓ અત્યારે ક્યાં છે?
બે આરોપી મહારાષ્ટ્ર અને બે સુરતના પલસાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા
મુખ્ય આરોપી જે વોન્ટેડ છે ઇસ્માઇલ ઉર્ફ ઇસ્માઇલ ઘોડાવાળા અહમદ શેખ અને મૃતક અંજારઅલી હૈદરઅલી મલેક સાથે જમીન લે વેચ નો ભાગીદારીનો ધંધો કરતા હતા અને મૃતક હત્યારાને ગુરુ માનતા હતા. પરંતુ મૃતક અને ઇસ્માઇલ ને પેસા ની લેતીદેતી માં મન ખતાશ થતા મુખ્ય આરોપી ઇસ્માઇલે રાકેશ ઉર્ફ બાળા મોહિતે, પંકજ ઉર્ફ પકીયા, સાહીલ પટેલ અને એક બાળ કિશોર ને ત્રણ ત્રણ લાખ રૂપિયા આપવાની સોપારી આપી હતી. મુખ્ય આરોપી એ મૃતક ને ફોન કરી તેના મોકલેલા ચાર લોકોને આશરો આપવા કહેતા મૃતકે પોતાના ઘર ની બાજુમાં આશરો આપ્યો ભાડા ના હત્યારા ઓને. મૃતક અંજાર ને ગંધ પણ ના આવી કે જે લોકોને આશરો આપ્યો છે એ લોકો તેની હત્યાં કરવાનાં છે. મૃતક સાથે પહેલા હત્યારા બળી ગયા અને સમય મળતા અંજાર શેખ ની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયા હતા
ચાર આરોપી પેક્કી એક બાળ કિશોર પણ ઝડપાયો
મૃતક અંજાર પણ ગુનાહિત માણસ ધરાવતો હતો અને પેસાની લેતી દેતી અને જમીન પર કબ્જો, ઉઘરાણી જેવા કામો કરતો હતો. અને તેને સાથ આપતો હતો મુખ્ય આરોપી ઇસ્માઇલ ઘોડા વાળા અને તેના કારણે જ અંજાર પેસા તકે આગળ આવ્યો હતો પરંતુ કહેવાય છેને કે અનીતિ ના રૂપિયા વિનાશ નોટરે છે બસ આવું જ કઈ મૃતક સાથે થયું અને પેસા ની લેતીદેતી માં અંજાર ની ઘાતકી હત્યા કરવામાં આવી. અંજાર ની હત્યાં બાદ આરોપી ચાર પકડાયા છે અને મુખ્ય વોન્ટેડ આરોપી ઇસ્માઇલ પણ ગમે ત્યારે ઝડપાઈ જશે પણ સૌથી વધુ નુકશાન મૃતકના પરિવાર ને થયું છે કેમકે બે બાળકો નો મૃતક પિતા હતો જેના માથા પરથી પિતા નો હાથ હવે ઉઠી ગયો છે. હાલતો વોન્ટેડ આરોપી ને પકડવા પોલીસ આકાશ પાતળ એક કરી રહી છે
રીપોર્ટ રમેશ ખંભાતી, ઓલપાડ સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં