લગ્નમાં ભાડે કપડા આપવાથી લઈને 70 હજાર લોકોને સિવણ શીખવવા સુધીની અને માત્ર 1000 રુપિયાના ધંધાથી લઈને 27 કરોડનો બિઝનેસ ધરાવનાર સુરતના રાજા-રાણીનું ઓનર દંપતી ભારતના પ્રખ્યાત ટીવી શો શાર્ક ટેન્કમાં ચમક્યું છે.
આ વાત છે સુરતના રાજા-રાણીના ઓનર દંપતીમાં લેઉઆ પટેલ પરિવારના નાનો દીકરો મોહિત જ્યાં કડવા પરિવારની દીકરી પ્રિયાની છે. મોહિતના પરિવારે અગાઉ લેધેલું નવું ઘર આર્થિક તંગીનું કારણ બન્યું હતું. આર્થિક તંગી આવા આ પરિવાર આખો દિવસ સિલાઈ કામમાં લાગી ગયો હતો. નાનો દીકરો મોહિત માતાને જોઈને સિવણમાં રૂચિ ધરાવતો થયો અને 8માં ધોરણથી જ સિલાઈ કામમાં પાવરધો થઈ ગયો હતો.
બીજી તરફ પ્રિયાનો પરિવાર 2008-2009ની આર્થિક તંગીમાં એવો સપડાયો કે આખા ઘરે કામ કરવાની ફરજ પડી. ઘરે રહેલી મહિલા સિવણ કામ કરવા લાગી ગઈ હતી. ઘરમાં રહેલી દીકરી પ્રિયા હંમેશા માને જોયા કરતી હતી. બાળપણથી ચીવટભર્યા ગુણ સાથે જન્મેલી દીકરી જે કાંઈ કરે તેમાં ખૂબ ચિવટ રાખતી હતી.
થોડી મોટી થઈ તો જોયું કે માતા પાસે કામ કરાવા અનેક મહિલાઓ આવે છે પરંતુ તેને પોતાની માતાના કામમાં ઓછું ફિનિસિંગ લાગતું અનેક જીણવટ ભરી ભૂલો દેખાતી. ગ્રાહકના ગયા બાદ તે પોતાની માતાને ભૂલો બતાવતી અને માતાને વિવિધ ડ્રોઈંગ કરીને એ ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે મદદ પણ કરતી હતી. આમ સિવણ, ડ્રોઈંગની રૂચિ ધરાવતી આ દીકરીએ આજ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.
પ્રિયાએ મોટી થઈ સિવણ ક્લાસમાં શીખવા જવાનું શરું કર્યું. આ ક્લાસમાં આશરે 30 વિદ્યાર્થીઓ હતા જેમાંથી એક છોકરાને છોડીને બાકી બધી છોકરીઓ જ હતી. અહીંયા આવતો એક માત્ર છોકરો મોહિત કોલેજ કરવાની સાથે બે-ત્રણ નોકરીઓ પણ કરતો હતો.
આ મોહિતની ખંત અને મહેનત જોઈની ધીરે ધીરે આ પ્રિયાને મોહિત પ્રત્યે સોફ્ટ કોર્નર જાગવા લાગ્યો હતો. બંન્ને ખૂબ સારા મિત્રો બન્યા અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. આ રીતે જીવનસાથી બન્યા અને ધંધાની શરુઆત થઈ હતી મોહિત તેમના ભાભી જોડે કપડા ભાડે આપવાનો ધંધો કરતો અને એ ધંધાનું પહેલા બ્રહ્માણી ડ્રેસિસ નામ હતું
આ પણ વાંચો :કયા કારણોસર ચૂંટણી કમિશનર અરુણ ગોયલે આપ્યું રાજીનામું? જાણો કારણ.
જેને તેમને બદલીને રાજા-રાણી નામ કર્યું હતું. મોહિત અને પ્રિયાએ આજ નામ અને ધંધા સાથે આગળ વધવાનું શરુ કર્યું. ધીરે ધીરે તેમના કપડા ભાડે આપવાનું કામ શરુ રાખ્યું પરંતુ સિવણ ક્લાસ પણ શરુ કર્યા અને તેમા અણધારી સફળતા મળવાની શરુ થતા તેમને બે ધંધા અલગ કર્યા ‘રાજા રાણી કોર્ચોયર’ અને ‘રાજા રાણી કોચિંગ’ મોહિતે આ ધંધાને ડિજિટલ કરવાનો સંકલ્પ કર્યો હતો.
મોટી સફળ થયા બાદ કોઈએ તેમને શાર્ક ટેન્ક વિશે કહ્યું અને આ દંપત્તીએ શાર્ક ટેન્કમાં જવાનું નક્કી કર્યું હતું. શાર્ક ટેન્કમાં અસલી શાર્ક સામે રાજા-રાણી કોચિંગ 26 કરોડની વેલ્યુએશન સાથે પહોંચ્યું હતું. બંન્ને દંપત્તીએ પોતાની વાત રજૂ કરી.
બધો ખર્ચે અને ટેક્સ કાઢ્યા બાદ પણ વધતા 40% જેટલા નફાને જોઈને શાર્ક્સ ચોંકી ઉઠ્યા. આ સાથે શાર્કને જ્યારે વિવિધ વસ્તુ સિવવાના ફરમા બતાવી તેમને પ્રેક્ટિકલી કામ કરી બતાવવામાં આવ્યું ત્યારે એક પણ શાર્ક આ દંપત્તીના વખાણ કર્યા વીના રહી ન શક્યા હતા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી