અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે રાણાસૈયદ ચોકડી નજીક સોમવારની મોડીરાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ધનસુરા તરફ જતાં માર્ગ પર પેટ્રોલ પંપની બાજુમાંથી પસાર થતી એક એમ્બ્યુલન્સ (Ambulance) માં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના એટલી ભયાનક હતી કે અંદર રહેલ નવજાત શિશુ સહિતના ચાર લોકો જીવતાં ભડથું થઈ ગયા.
અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સ (Ambulance) ના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં એમ્બ્યુલન્સને અચાનક જ્વાળાઓમાં ઘેરાતી જોઈ શકાય છે. અકસ્માત પછી અરવલ્લીના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી.
એમ્બ્યુલન્સ (Ambulance) માં આગ કેવી રીતે લાગી?
કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું કે પ્રાથમિક તારણ મુજબ એમ્બ્યુલન્સ (Ambulance) માં રહેલો ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. હાલ ફોરેન્સિક અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
View this post on Instagram
માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામના જિજ્ઞેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકની તબિયત નાજુક બનતા તેને પ્રથમ મોડાસા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું. ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બાળક, તેનાં પિતા તથા પરિવારજ, નર્સ એક ડોક્ટર સાથે અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આગની ઘટના બની. આ ઘટનામાં એમ્બ્યુલન્સના પાછળના વિભાગમાં રહેલા ચાર લોકો આગની લપેટમાં આવી જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા અને આગળની સીટમાં બેઠેલા બાળકના કાકા, દાદી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ગંભીર રીતે દાઝી ગયા છે તથા તેમની સારવાર ચાલુ છે. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
