જમ્મુ-કાશ્મીરના કઠુઆ સ્ટેશન પર રવિવારે સવારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીં ઊભેલી એક માલસામાન ટ્રેન ડ્રાઇવર વિના ચાલવા લાગી અને થોડી જ વારમાં તેની ઝડપ ખૂબ વધી ગઈ. આ ટ્રેન 84 કિલોમીટર સુધી ડ્રાઈવર વિના દોડતી રહી, જેને અંતે પંજાબના મુકેરિયામાં રોકી દેવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે કોંક્રીટ વહન કરતી ટ્રેન પઠાણકોટ તરફના ઉતાર પર જઈ રહી હતી. કઠુઆ સ્ટેશન પર જ્યારે ટ્રેનના લોકો પાયલોટ અને કો-પાયલટ ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર નીચે ઉતરતા પહેલા હેન્ડબ્રેક ખેંચવાનું પણ ભૂલી ગયો હતો.
A Freight train at Kathua Station suddenly started running due to a slope without a driver. The train was stopped near Ucchi Bassi in Mukerian Punjabpic.twitter.com/hAUEf6TGyV
— Science girl (@gunsnrosesgirl3) February 25, 2024
અધિકારીઓ દ્વારા ટ્રેનને રોકવાના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા, જોકે આખરે તેઓ પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને સ્ટાફની મદદથી દસુહા નજીક ઉચી બસ્તી વિસ્તારમાં તેને રોકવામાં સફળ થયા.
VIDEO | A freight train was stopped in Hoshiarpur, Punjab by placing wood blocks on railway tracks after it started moving without the driver.
As per available information, the train was coming from Kathua. After starting the train, the driver went somewhere but forgot to put a… pic.twitter.com/8LNUG1wWbD
— Press Trust of India (@PTI_News) February 25, 2024
આ પણ વાંચો:IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું, ભારતની ધરતી પર સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી
ઘટના અંગે માહિતી આપતા જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરે જણાવ્યું હતું કે કઠુઆ સ્ટેશન પર રોકાયેલી એક માલગાડી અચાનક પઠાણકોટ તરફ ઢોળાવને કારણે ડ્રાઈવર વગર દોડવા લાગી. પંજાબના મુકેરિયાના ઉંચી બસ્સી પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
