Navjot Singh Sidhu Wife Cancer Cure: કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેમની પત્ની નવજોત કૌરનું કેન્સર ખાસ ઘરેલું આહારથી મટાડવામાં આવ્યું છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાયરેક્ટરે સિદ્ધુના આ નિવેદન પર ટીકા કરતા કેન્સરના દર્દીઓને સલાહ આપી છે કે તેઓ આવી કોઈપણ ‘અપ્રમાણિત સારવાર’ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરે.
પ્રેસ કોન્ફરન્સમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ કહ્યું હતું કે ખાંડ, ડેરી ઉત્પાદનો અને હળદર અને લીમડાનું સેવન તેમની પત્નીના કેન્સરને મટાડવામાં ખૂબ અસરકારક સાબિત થયું છે. આ અંગે ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સીએસ પ્રમેશ કહે છે કે આ દાવાઓ પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમણે ટાટા મેમોરિયલ હોસ્પિટલના 262 વર્તમાન અને ભૂતપૂર્વ કેન્સર નિષ્ણાતો દ્વારા સહી કરેલું નિવેદન પણ બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હળદર અને લીમડાથી કેન્સરના ઈલાજ અંગે કોઈ ક્લિનિકલ ડેટા ઉપલબ્ધ નથી.
પ્રેસ કોન્ફરન્સમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ શું કહ્યું ?
આ કોન્ફરન્સમાં સિદ્ધુએ કહ્યું હતું કે તેમની પત્ની નવજોત કૌર સ્ટેજ-4 કેન્સરથી પીડિત હતી. સાદા આહાર અને વ્યવસ્થિત જીવનશૈલીથી તેમનું કેન્સર મટી ગયું છે. ડૉક્ટરે કહ્યું હતું કે તેમની પત્નીના બચવાની શક્યતા માત્ર 5 ટકા છે. પરંતુ હળદર, લીમડાનું પાણી, સફરજન સીડર વિનેગર અને લીંબુ પાણીના નિયમિત સેવન અને ખાંડ, કાર્બોહાઇડ્રેટ્સ અને સખ્ત પરેજી અને ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ તેણીને માત્ર 40 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિષ્ણાતોએ કેન્સરના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગના કિસ્સામાં આવી ‘અપ્રમાણિત સારવારો’ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. જો યોગ્ય સમયે કેન્સરની જાણ થઈ જાય તો તેની સારવાર શક્ય છે. અને કેન્સરની સાચી સારવાર શસ્ત્રક્રિયા, રેડિયેશન અને કીમોથેરાપી છે.
આ પણ વાંચો : જ્યારે હૃતિક રોશને (Hrithik Roshan) શાહરૂખ-સલમાનની કારના બોનેટ પર કૂદકો માર્યો, હૃતિક રોશને સંભળાવી રમૂજી વાર્તા
‘આવી વાતો સાંભળીને કોઈને મૂર્ખ ન બનાવવું જોઈએ.’
ડૉ. પ્રમેશે એક્સ પર સિદ્ધુની પ્રેસ કોન્ફરન્સની ક્લિપ પણ પોસ્ટ કરી અને લખ્યું, ‘આવી વાતો સાંભળીને કોઈને મૂર્ખ ન બનાવવું જોઈએ.’ તેમણે કહ્યું કે આવા દાવાઓ બિન વૈજ્ઞાનિક અને પાયાવિહોણા છે. નવજોત કૌરની સર્જરી અને કીમોથેરાપી હતી. આ જ કારણ છે કે આજે તે કેન્સરથી મુક્ત છે. હળદર, લીમડો કે અન્ય કંઈપણ આમાં મદદરૂપ હોવાનો દાવો બિન-વૈજ્ઞાનિક છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી