
બજેટ એ દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. બજેટ જેટલું મહત્વનું છે, તેની રજૂઆત પણ એટલી જ વિશેષ માનવામાં આવે છે. ભારતમાં budget લાલ લાલ કાપડ, બોક્સ કે સૂટકેસમાં લપેટીને લાવવામાં આવે છે. બજેટ માત્ર લાલ કપડાં કે લાલ સૂટકેસમાં જ કેમ લાવવામાં આવે છે?
કેમ બજેટ લાલ રંગના કપડાં લાવવામાં આવે છે
આ પરંપરા ફક્ત ભારતમાં જ નથી પણ ઘણા દેશોમાં પણ આ પ્રથા ચાલી રહી છે .બજેટ દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જે આવક અને ખર્ચના અંદાજ જાણવાની પ્રક્રિયા છે. જે વિવિધ હેતુઓ માટે કેટલા નાણા ફાળવ્યા છે તેનું ચિત્ર છે . એવું માનવામાં આવે છે જેટલું budget મહત્વનું છે એટલુજ મહત્વ તેની રજૂઆત પણ છે .
આ પરંપરા નો શું છે ઈતિહાસ
આ પ્રથા બ્રિટીશ કાળથી ચાલી આવેલી છે કે જેઓ budget રજૂ કરવા માટે લાલ કલરની એક હેન્ડલ વાળું ચામડાનો બોક્સ નો ઉપયોગ કરતા હતા . તે સમયે બજેટનું મહત્વ અને સરકારની સત્તા દર્શાવવા માટે લાલ રંગનો ઉપયોગ થતો હતો.
આ પણ વાંચો:યુવાનોને સશક્ત બનાવવું પડશે નાણામંત્રીએ બજેટમાં NEP પર આ મોટી વાત કહી
લાલ રંગ શાનું પ્રતીક છે
બજેટ ને લાલ રંગ ના કપડામાં લાવવાની એક ઊંડું મહત્વ છે. લાલ રંગ એક શક્તિ ઊર્જા અને સત્તાનું પ્રતીક છે. ઘણી સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ સંપત્તિ, સમૃદ્ધિ અને સારા નસીબના પ્રતીક તરીકે થાય છે. લાલ રંગના ઉપયોગ કરી સરકાર જનતાને તાકાત અને પોતાની સ્થિરતાનો સંદેશ આપે છે.
શા માટે લાલ કાપડ ?
બજેટ કોઈ પણ દેશનું નાણાકીય નુકસાન અથવા ખાધને દર્શાવે છે. આમ જોઈએ તો લાલ રંગને સામાન્ય રીતે દેવું, નુકસાન અથવા નકારાત્મક નાણાકીય પરિણામો નું પ્રતિક માનવામાં આવે છે. જેથી લાલ કપડા કે સૂટકેસમાં બજેટ રજૂ કરીને તે અગત્યના એવા મુદ્દાઓ જેમાં સુધારાની જરૂર છે તેનું સૂચન કરે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં