
BSF જવાન રેતીમાં પાપડ પકવતા જોવા મળે છે. આ વીડિયો બિકાનેરના ખાજુવાલાને અડીને આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડરનો છે. અહીં એટલી ગરમી છે કે રણની માટીમાં પાપડ પણ શેકાવા લાગે છે.
રાજસ્થાનમાં ગરમીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. કાળઝાળ ગરમી અને હીટવેવે ત્યાંના જનજીવનને પ્રભાવિત કર્યું છે. દિવસ દરમિયાન તડકો અને હીટવેવથી લોકો પરેશાન થયા હતા અને હવે રાત્રે પણ આરામ મળતો નથી. આકરી ગરમી અને વીજકાપના કારણે લોકોને પરસેવો વળી ગયો છે. રાજ્યમાં એટલી બધી ગરમી છે કે રણની જમીનમાં પાપડ પણ શેકાઈ રહ્યા છે. બુધવારે BSF દ્વારા આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં BSF જવાને રેતીમાં પાપડ પકવ્યો
વિડીયોમાં BSFનો એક જવાન રેતીમાં પાપડ પકવતો જોવા મળે છે. આ વીડિયો બિકાનેરના ખાજુવાલાને અડીને આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડરનો છે. અહીં એટલી ગરમી છે કે રણની માટીમાં પાપડ પણ શેકાવા લાગે છે. આ સરહદી વિસ્તાર બિકાનેરથી લગભગ 80 કિલોમીટર દૂર છે. આ વીડિયો ભારત-પાક બોર્ડરનો છે. અહીં તાપમાન 50ને પાર પહોંચી ગયું છે. તેમ છતાં પણ આ કાળઝાળ ગરમીમાં પણ મહિલા BSF જવાનો પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી.
આ પણ વાંચો : રોબોટ(Robot) સર્જને વિડિયોમાં હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમનો ડેમો બતાવ્યો, લોકો જોઇને ચકિત રહી ગયા
રાજસ્થાનમાં સવારથી સાંજ સુધી ગરમીનો માર, બપોરે કર્ફ્યુ
જ્યારે સવારે સૂર્યદેવના કિરણો દેખાવાની સાથે જ સૂર્યદેવ અગ્નિ ફેલાવવાનું શરૂ કરી દે છે, સંજોગો એવા છે કે સવારે 8.30 વાગ્યે જમીન એટલી ગરમ થઈ જાય છે કે ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ બની જાય છે અને ચંપલ વગર પગ દાઝવા લાગે છે. સવારના 9 વાગ્યાથી જ વાહનોમાં મુસાફરી કરતા લોકોને ગરમ પવનનો અહેસાસ થવા લાગે છે. જેમાં સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. એક તરફ આકારો તડકો અને લુના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં બજારોમાં ભીડ ઘટી ગઈ છે અને રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હીટવેવ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે. અને વિભાગે આવા અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જારી કર્યું છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે . અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી