વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામનો યુવાન પરેશ રમેશભાઈ પરમાર રહસ્યમય રીતે ગુમ (Missing) થતાં પરિવારજનોની ચિંતા વધી છે. યુવક ઘર છોડતા પહેલા મોબાઈલ સ્ટેટસમાં ચોંકાવનારો સંદેશ મૂકીને નીકળી ગયો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે મંજુસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
* સાવલી તાલુકાના મંજુસર વિસ્તારમાં યુવાન રહસ્યમય ગુમ (Missing)
* માતા સાથે બોલાચાલી બાદ ઘર છોડ્યું
* મોબાઈલ સ્ટેટસે વધારી ચિંતા
* દુમાડ ચોકડી બાદ મોબાઈલ લોકેશન બંધ
* કોઈ માહિતી મળે તો પોલીસને જાણ કરવાની અપીલ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામના રહેવાસી યુવાન પરેશ રમેશભાઈ પરમાર તારીખ 19 જાન્યુઆરી 2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે પોતાના ઘરેથી ગુમ (Missing) થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ પરેશભાઈ પોતાના ઘરે માતાશ્રી મંજુલાબેન સાથે કોઈ અગમ્ય કારણસર બોલાચાલી થયા બાદ ઘર છોડીને નીકળી ગયા હતા.
આ પણ વાંચો : પીજ ચોકડી પાસે ગાય (Cow) નું માથું મળતા ચકચાર, પોલીસ તપાસમાં લાગી, વર્ષની આ છઠ્ઠી ઘટના
ચિંતાજનક બાબત એ છે કે ઘર છોડતી વખતે પરેશભાઈએ પોતાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં “GOING TO YUMLOK BYE BYE” લખ્યું હતું, જેના કારણે પરિવારજનો વધુ ગભરાઈ ગયા છે. મોબાઈલની ટેકનિકલ માહિતી મુજબ પરેશભાઈનું છેલ્લું લોકેશન દુમાડ ચોકડી બાદ બંધ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં નિયમિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ વિભાગ, પરિવારજનો તેમજ સ્થાનિક ગ્રામજનોએ મળીને સતત શોધખોળ શરૂ કરી છે, છતાં હજુ સુધી પરેશભાઈ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.
પોલીસ અને પરિવારજનો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને પરેશ રમેશભાઈ અંગે કોઈ માહિતી મળે તો તરત મંજુસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
