સુરતમાં ઉતરાયણ (Uttarayana) પર્વ પહેલા કરૂણ ઘટના સામે આવી છે. એક પરિવાર ની ઉતરાયણ (Uttarayana) પર્વની મજા શોકમાં ફરી વળી છે. માસૂમ નવ વર્ષના પુત્રનું પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા કરુણ મોત થયું છે. જ્યાં પરિવાર પર આભ તૂટી પડતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. ઉતરાયણ (Uttarayana) પર્વ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટના અન્ય માતા પિતા માટે પણ લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના નવ વર્ષના પુત્રનું પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા મોત થયું છે. જેના પગલે પરિવાર માટે ઉતરાયણ (Uttarayana) નો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે.
સંતુલન ખોરવાતા માસૂમ ધાબા પરથી નીચે પટકાયો
ઉધના સોનલ રોડ પર મનપા સંચાલિત રાધાકૃષ્ણ આવાસ આવેલ છે. જે આવાસમાં રહેતા મૂળ ઊંઝા ના વતની પ્રેમલ પટેલ પટેલ અને તેનો પરિવાર રહે છે. પ્રેમલ પટેલને પરિવારમાં બે સંતાનો છે. જેમાં નવ વર્ષનો પુત્ર મીર ધોરણ – 3 માં સરકારી શાળામાં અભ્યાસ કરે છે. માતા પિતા શનિવારની સવારે નિત્યક્રમ મુજબ કામે નીકળી ગયા હતા. જો કે મોટો પુત્ર મીર શાળાએ ગયો નહોતો. જે આવાસના ધાબા પર સવારે પતંગ ચગાવવા માટે ચઢ્યો હતો. જે દરમ્યાન સંતુલન ખોરવાતા તે ધાબા પરથી નીચે પટકાયો હતો. જેના કારણે ગંભીર રીતે ઇજાઓ થતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખાનગી વાહનમાં લઈ નવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં માતા પિતા પણ નવી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.જ્યાં ગંભીર ઇજાઓના કારણે માસુમ નવ વર્ષના મીર ને ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘટના અંગે ઉધના પોલીસે અકસ્માત નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : પાટણ (Patan) નગરપાલિકાના સત્તાધિશોએ કરી લાલ આંખ, નિયમોનું ઉલ્લંઘન કરતા 48 કતલખાનાઓ સીલ, વીજળી અને પાણીના જોડાણો કપાયા
ઉતરાયણ (Uttarayana) પર્વ પહેલા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
ઉતરાયણ (Uttarayana) પર્વ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટના સૌ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે. આ કિસ્સો એવા માતા પિતા માટે લાલબત્તી સમાન છે ,જે પોતાના બાળકોને એકલા રમવા માટે છોડી દેતા હોય છે. એ ઘટનામાં માતા પિતા કામે ચાલ્યા ગયા હતા અને તે તકનો લાભ ઉઠાવી માસૂમ બાળક ઘરના ધાબા પર ચઢી ગયો હતો. જે દરમ્યાન આ કરુણ ઘટના બની હતી.
આવાસની ટેરેસ પર પેરામીટર વોલ ન હોવાનો આરોપ
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. જ્યાં સ્થાનિક આવાસમાં જ રહેતી ગીતાબેન વાઘેલા નામની મહિલાએ જણાવ્યું છે કે આવાસની ટેરેસ પર કોઈ પણ પ્રકારની પેરામીટર વોલ બનાવવામાં આવી નથી. જે અંગે સ્થાનિક કોર્પોરેટર ને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. વારંવાર આવાસની વોલ બનાવવા માટેની રજૂવાત કરી છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના કારણે આજે એક પરિવારના બાળકનો જીવ ગયો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
