અમદાવાદમાં ફરી એકવાર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવેલી શાળાઓને બોમ્બ (Bomb) થી ઉડાવવાની ધમકી મળ્યા બાદ, 36 દિવસ બાદ હવે 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બ (Bomb) થી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે.
* અમદાવાદમાં 36 દિવસ બાદ બીજી વખત બોમ્બ (Bomb) ધમકી
* સ્કૂલોમાંથી ફોન આવતા વાલીઓ દોડી આવ્યા
* પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડ્યા
* વિદ્યાર્થીઓને રજા, પ્રિ-બોર્ડ પરીક્ષા સમય પહેલાં પૂર્ણ કરાઈ
મળેલા ઈમેલમાં ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલ ઉડાવી દઈશું’ જેવા ઉશ્કેરણીજનક અને ભયજનક શબ્દો લખાયેલા હતા, જેને પગલે વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વાલીઓ રોજની જેમ નોકરી-ધંધે નીકળી ગયા હતા, પરંતુ સ્કૂલમાંથી અચાનક ફોન આવતા તેઓ ગભરાઈને શાળાઓ તરફ દોડી આવ્યા હતા. અનેક સ્કૂલોમાં વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસનો કાફલો તાત્કાલિક શાળાઓમાં પહોંચ્યો હતો. બોમ્બ (Bomb) સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ ફાયર બ્રિગેડની ટીમોને પણ એલર્ટ કરીને શાળાઓ પર મોકલવામાં આવી છે.
ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર હાઈસ્કૂલમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. હાલ સુધી કોઈપણ શાળામાંથી શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી. વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતાં જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા હતી, જે અડધો કલાક વહેલી પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : “GOING TO YUMLOK” સ્ટેટસ બાદ યુવાન લાપતા (Missing), પિલોલ ગામનો યુવાન રહસ્યમય રીતે ગુમ, પરિવારની ચિંતા વધતી
મીઠાખળી વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અન્ય શાળાઓમાં પણ બોમ્બ (Bomb) સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ ચાલી રહી છે. તમામ વિદ્યાર્થીઓને સલામતીના પગલાં રૂપે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ, ટેકનિકલ ટ્રેસિંગ અને અગાઉની ધમકીઓ સાથે જોડાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ સ્કૂલોને મળી ધમકી
ધમકી મળેલી શાળાઓમાં ક્લોરેક્સ સ્કૂલ (ઘાટલોડિયા), DPS સ્કૂલ (બોપલ), સ્વયમ સ્કૂલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ (મીઠાખળી), જીનિવા લિબરલ સ્કૂલ (SP રિંગ રોડ), આર્મી સ્કૂલ (શાહિબાગ), JD હાઈસ્કૂલ (નરોડા), રેડ બ્રિક્સ સ્કૂલ (સેટેલાઈટ), વિદ્યાનગર સ્કૂલ (ઉસ્માનપુરા), કેન્દ્રીય વિદ્યાલય (શાહિબાગ), એપલ ગ્લોબલ સ્કૂલ અને દિવ્યન બદ્રુલાઈ સ્કૂલ (પાલડી)નો સમાવેશ થાય છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

