સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનો (Dogs) હવે હિંસક બની રહ્યા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે.
સુરત શહેરમાં રખડતા કૂતરાઓ (Dogs) નો આતંક ચરમસીમાએ
સુરત શહેરમાં રખડતા કૂતરાઓ (Dogs) નો આતંક અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આંકડા સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 130 જેટલા ડોગ બાઈટના કેસ નોંધાઈ રહ્યા છે. એન્ટી-રેબીઝ સેન્ટરમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે, જે શહેરમાં ફેલાયેલા શ્વાનોના આતંકની હકીકત ખુલ્લી કરે છે.
હુમલાનો સૌથી મોટો ભોગ બની રહ્યા છે નાના બાળકો
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે રખડતા શ્વાનો (Dogs) ના હુમલાનો શિકાર મોટાભાગે નાના બાળકો બની રહ્યા છે. રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને ગલીઓમાં રમતા બાળકો પર કૂતરાઓ ત્રાટકતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વાલીઓમાં ભારે ચિંતા અને ડરનો માહોલ છે.
આ પણ વાંચો : વડોદરાના વડસર બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત, કોર્પોરેશનના ડમ્પર (Dumper) ચાલકે સાઇકલ સવાર વૃદ્ધને કચડ્યાં
તંત્રની ઢીલી નીતિએ નાગરિકોના જીવ જોખમમાં મુક્યા
શહેરના અનેક વિસ્તારોમાં શ્વાનો (Dogs) ના ટોળાં અચાનક દોડતા, વાહનો પાછળ પડતા અને રાહદારીઓ પર હુમલો કરતા નજરે પડે છે. રખડતા શ્વાનોના આ હિંસક સ્વભાવને કારણે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જોકે, રખડતા કૂતરાઓ (Dogs) ના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કર્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નસબંધી કે રસીકરણની કામગીરી જમીની સ્તરે નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું જણાય છે. તંત્રની ઢીલી નીતિ અને અપર્યાપ્ત કાર્યવાહીએ આજે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને બાળકોના જીવ જોખમમાં મુક્યા છે. શહેરમાં રખડતા શ્વાનોના પ્રશ્ને તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ હવે વધુ ઉગ્ર બની રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
