પ્રખર હિન્દુ નેતાએ ઉધના સ્થિત શ્રી બજરંગ સેનાના કાર્યાલયની મુલાકાત લીધી
સુરત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આજરોજ શ્રી બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડૉ. પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું.
શ્રી હિતેશ વિશ્વકર્મા ડૉ. પ્રવીણ તોગડિયાને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. આજરોજ ડૉ. પ્રવીણ તોગડિયા જ્યારે ઓફિસે પધાર્યા ત્યારે હિતેશ વિશ્વકર્માએ હર્ષની લાગણી અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.