બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલ જોડનાપુરા દેવપુરા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જોકે આ બ્રિજનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ આ ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે
મહત્વની વાત એ છે કે આ બ્રિજ લોકાર્પણ પહેલા જ બે ત્રણ વખત બ્રિજ છતી ગ્રસ્ત થયો હતો અને ફરીથી પાલનપુર થી ડીસા તેમજ ડીસા થી પાલનપુર જવાનો રેલવે બ્રિજ બેસી જવાના કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો ફંગોળાઈ રહ્યા છે જો કે રાત્રી દરમિયાન પસાર થતા અજાણ્યા વાહન ચાલકો તેમને આ બ્રિજ બેસી જવાના કારણે અકસ્માતો નો ભય સતાવી રહ્યો છે હાલ તો વાહન ચાલકો એક જ માંગ કરતા જોવા મળ્યા હતા કે તાત્કાલિક હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કુંભ નિંદ્રામાંથી જાગે અને આ રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરાવે તેવી માંગ કરી રહ્યા છે…
દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યુઝ ચેનલ બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં
