- PGVCAL ના જુનિયર ઈજનેરની બદલી થતા વિરોધનો વંટોળ
- કર્મચારીઓએ નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું
- જુનિયર ઈજનેરને ફરી તેમની જગ્યાએ મુકવામા આવે તેવી માંગ
રાજકોટમાં આવેલા જેતપુરમાં PGVCL ના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, PGVCAL ના સહકર્મચારી કે. બીં.ગુજરાતી (જુનિયર ઈજનેર) ની બદલી થતા નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું. PGVCAL મા કોઈ નનામી વ્યક્તિએ જુનિયર ઈજનેર કે. બીં. ગુજરાતી વિરુદ્ધ અરજી કરતા ગોંડલ ખાતે બદલી થતા કર્મચારીઓમા વિરોધનો વંટોળ ઉઠ્યો છે, PGVCAL ના કર્મચારીઓની માંગ નનામી અરજીમાં બદલી થતાં કચવાટ જોવા મળી રહ્યો છે, જુનિયર ઈજનેરને ફરી તેમની જગ્યાએ મુકવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. જેતપુર PGVCAL ના વિભાગીય કચેરી ટેક્નિકલ તથા નોન ટેક્નિકલ કર્મચારીઓએ યોગ્ય ન્યાય આપવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. વિભાગીય કચેરી દ્વારા કર્મચારીઓની માંગ નહિ સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
આશિષ મહેતા, જેતપુર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
