જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલા વંડાફળી વિસ્તારમાં ધોળા દિવસે હત્યા (Murder) ની ઘટના સામે આવી છે. આદિનાથ એપાર્ટમેન્ટ નજીક નીલય કુંડલિયા નામના જૈન યુવાનની છરીના ઉપરાછાપરી ઘા મારીને હત્યા (Murder) કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દિવસના સમયે થયેલી આ લોહિયાળ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચકચાર મચાવી છે.
* જામનગર : વંડાફળી વિસ્તારમાં ધોળા દિવસે હત્યા
* નિલય ટુંડલીયા નામના યુવાનની હત્યા (Murder)
* પંચેશ્વર ટાવરના વંડાફળીમાં આદિનાથ એપાર્ટમેન્ટની ઘટના
* મૃતકના સાળા અને તેના મિત્રએ હત્યા (Murder) નિપજાવી હોવાની વાત
* છરીના ઉપરાછાપરી ઘા મારી જીવ લીધો
પ્રાથમિક માહિતી અનુસાર, પ્રેમલગ્ન મામલે થયેલા વિવાદમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક નીલય કુંડલિયાના સાળા અને તેના મિત્ર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જૂના અંગત ઝઘડાએ અંતે જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરોપીઓએ નીલય કુંડલિયાને રોકી તેના પર છરી વડે ઉપરાછાપરી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નીલયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. દિવસના સમયે થયેલી આ લોહિયાળ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચકચાર મચાવી છે.
આ પણ વાંચો : ‘26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલ ઉડાવી દઈશું’, અમદાવાદમાં ફરી એકવાર અફરાતફરીનો માહોલ, આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બ (Bomb) થી ઉડાવી દેવાની ધમકી, વાલીઓમાં ફફડાટ
પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે
હત્યાની જાણ થતા જ ડીવાયએસપી જે.વી. નિકુંજ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને પ્રાથમિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા હત્યા (Murder) માં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ ખુલાસા કરવામાં આવશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
