-
માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીલવણ રૂ.૯.૦૪ કરોડના ખર્ચે લોકાર્પણ
-
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરાયું લોકાર્પણ
સુરત જિલ્લાના મહુવા અનાવલ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીલવણ અને કોષ ખાડી પર રૂ.૯.૦૪ કરોડના ખર્ચે નવનિર્મિત બે પુલોનુ લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સંપન્ન થયું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈએ જણાવ્યું કે, મહુવા તાલુકામાં સાત નાની મોટી નદીઓ પસાર થાય છે, જેમાં પુલો, રસ્તાઓ તથા સિંચાઈ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે સરકારમાં નિરંતર રજૂઆત કરી વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આદિમજુથોને યોજનાઓથી લાભાન્વિત કરવા માટે કેમ્પો દ્રારા સર્વેની કામગીરી કરી ખુટતા ડોકયુમેન્ટની આપવાની કામગીરી થઈ રહી છે. આ પુલો બનવાથી વાહન વ્યવહાર વધુ સરળ થશે. આગામી સમયમાં ખુટતી સુવિધાઓ પુરી પાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે તા.પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય રીટાબેન, સવિતાબેન, સંગીતાબેન આહિર, ચંદ્રેશભાઈ, કિશોરભાઈ તથા અગ્રણી હિતેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.લીલવણ ખાડી ખાતે નિર્મિત બ્રિજ ૨૦ મીટર લંબાઈ-પહોળાઈ તથા ૧૧૫ મીટરનો એપ્રોચ જયારે કોષ ખાડી પર ૭૨ મીટરની લં-પહો.માં નિર્મિત થયા છે મહુવા- અનાવલ રાજ્ય ધોરીમાર્ગ નં. ૧૬૫ અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ છે. જેની લંબાઈ ૨૮/૯૬૦ કિ.મી. છે. આ રોડ અનાવલ શુક્લેશ્વર મંદિર, વાંસદા, તેમજ ગિરીમથક સાપુતારા થઈ મહારાષ્ટ્રના શીરડી દર્શનાર્થે જનાર પ્રવાસીઓ માટે ટુંકા અંતરનો રસ્તો છે. મહુવા તાલુકામાંથી ૭ જેટલી મોટી નદીઓ પસાર થાય છે. મહુવા અનાવલ રોડ પર લીલવણ ખાડી અને કોસખાડી પરના બ્રિજ ઘણા જ જુના અને સાંકડા હતા. આ કોસ ખાડી પર ચોમાસાની સિઝન દરમ્યાન ઉપરવાસમાંથી પાણી વધારે આવતા આ બ્રિજ પર ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આવશ્યક સેવાઓ, મહુવા સુગર ફેક્ટરીના વાહનો, વિદ્યાર્થીઓને તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી, હવે પુલ બનતા સુરત જિલ્લાના મહુવા અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તેમજ મહારાષ્ટ્રના લોકોને સીધો લાભ થશે.
નિલય ભટ્ટ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં

