આ વેલેન્ટાઇન ડે, IDT લાવ્યું પ્રેમ અને સુરક્ષાનું અનોખું સંદેશ – ટ્રેન્ડી હેલ્મેટ્સ સાથે
સુરતમાં આવતીકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, પરંતુ અનેક યુવાનો તેને માત્ર એક નિયમ તરીકે જુએ છે.
આજ, વેલેન્ટાઇન ડેના ખાસ અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોની સુરક્ષા અને ભલાઈની કામના કરે છે, ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) એ હેલ્મેટને ફેશન સ્ટેટમેન્ટ બનાવવા માટે એક અનોખી પહેલ કરી છે. આ અનોખી પ્રવૃત્તિ Mr. Café Sky Lounge ખાતે IDTની ફેકલ્ટી રોશની દ્વારા આયોજિત કરવામાં આવી, જ્યાં હેલ્મેટ માત્ર સુરક્ષાનું સાધન જ નહીં, પરંતુ એક ટ્રેન્ડી એક્સેસરી તરીકે રજૂ કરવામાં આવ્યું.
IDTના ડિરેક્ટર અનુપમ ગોયલએ જણાવ્યું:
“સફર કરતી વખતે ફેશન જેટલું મહત્વનું છે, એટલી જ સુરક્ષા પણ. યુવાનો માટે ‘સ્ટાઈલ પણ, સેફ્ટી પણ’ એ એક નવો ટ્રેન્ડ બનવો જોઈએ, જેથી તેઓ મજબૂરી નહીં, પણ ગર્વ સાથે હેલ્મેટ પહેરી શકે.”
IDTની ડિઝાઇનર ફેકલ્ટી રોશની દ્વારા આ પહેલ અંતર્ગત સ્ટાઈલિશ અને આકર્ષક હેલ્મેટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા, જે સેફ્ટી અને સ્ટાઈલ બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
વિચાર કરો – આ વેલેન્ટાઇન ડે પર ફક્ત ગુલાબ આપવા બદલે, કપલ્સ એકબીજાને ડિઝાઇનર હેલ્મેટ ગિફ્ટ કરે, જે પ્રેમ સાથે એકમેકની સુરક્ષાની જવાબદારી પણ નિભાવશે!
Mr. Café Sky Lounge ખાતે ઉપસ્થિત યુવાનો એ આ પહેલને વધાવી લીધી અને પોતાના સ્ટાઈલમાં હેલ્મેટને અપનાવવાની પ્રતિજ્ઞા લીધી.
IDTની આ પહેલ હેલ્મેટ પહેરવાની આદતને મજબૂરી નહીં, પણ એક ટ્રેન્ડી અને સ્માર્ટ ચોઇસ બનાવવાનો પ્રયાસ છે. સ્ટાઈલિશ હેલ્મેટ્સ દ્વારા યુવાનોને આ સંદેશ આપવો છે કે સુરક્ષા સાથે સમજૂતી કર્યા વગર પણ ફેશન સચવાઈ શકે.
આવો, ‘સ્ટાઈલ પણ, સેફ્ટી પણ’ ને સુરતનું નવું ટ્રેન્ડ બનાવીએ!