જૂનાગઢનો ભેસાણ તાલુકો 42 ગામડાઓને ધરાવતો તાલુકો છે જેમાં ભેસાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય મોટાભાગના ગામડાઓના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે જેમાં તાજેતરમાં કોરોનાએ ફરીમાથું ઉચક્યું છે એટલે કે ચોથો વેવ ચાલુ થયો છે જેમાં ભેસાણની હોસ્પિટલમાં બે વર્ષ પહેલા લાખોના ખર્ચે 20 બેડ નો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આજની વાત કરીએ તો હોસ્પિટલ માં ઓક્સિજનની જ સુવિધા ઉપલબ્ધ નથી એટલે કોરોનાના 20 જેટલા કેસ આવે તો પણ અહીંયા 20 દર્દીઓને કોવિડની સારવાર આપવા માટેની વ્યવસ્થા નથી
ધારાસભ્યની ગ્રાન્ટ માંથી 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ભેસાણ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ અહી ઓક્સિજન પ્લાન્ટ બંધ છે છેલ્લા છ મહિનાથી આ પ્લાન્ટ બંધ હાલતમાં છે હોસ્પિટલના તંત્રને પૂછવામાં આવ્યું તો તંત્રએ જણાવ્યું કે અમે છ મહિનાથી લેખિત મૌખિક ઉપર તંત્રને જાણ કરેલી છે હવે 50 લાખનો ઓક્સિજન પ્લાન્ટ બિલકુલ ધૂળ ખાય છે અને અત્યારે કોરોના ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યો છે રાજ્યમાં કોરોના કેસ આવવા લાગ્યા છે સરકાર પણ કોરોનાની તૈયારી કરી રહી છે હવે કોરોના માથું ઉચકે તો ઓક્સિજન પ્લાન્ટ ચાલુ ન હોવાથી દર્દીઓને સારવાર લેવા ક્યાં જવી ?

જો દર્દીઓ સારવાર લેવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો આ સારવાર ખૂબ જ મોંઘી પડતી હોય છે જેને કારણે ગરીબ દર્દીઓ ને ખર્ચ પણ પોસાય તેમ ન હોય ગયા કોરોના કાળ દરમિયાન ઓક્સિજન વગર તો હજારો દર્દીઓ મૃત્યુ પામ્યા હતા આજે ભેસાણની હોસ્પિટલમાં કોવિડ 19 નો કોઈ દર્દી આવે તો તેમને સારવાર જ નથી મળી શકે તેમ ઓક્સિજન અને કોવીડ વોર્ડનો જરૂરી સ્ટાફ છે જ નહીં આળસુ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડસે ?
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.