વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કલાલી ગામમાં આવેલા તળાવ (Lake) ને સુંદર બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ બ્યુટીફિકેશન બાદ યોગ્ય દેખરેખના અભાવે આજે આ તળાવની હાલત બદતર બની ગઈ છે.
સ્ટ્રીટ લાઈટો તૂટેલી હાલતમાં, અંધારાનો લાભ લઈ દારૂની મહેફીલો
તળાવ (Lake) ની આજુબાજુ બ્યુટીફિકેશન અંતર્ગત લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે તેમજ ઘણા સમયથી બંધ પડેલી છે. જેના કારણે રાત્રીના અંધારાનો ફાયદો લઈ તળાવની આસપાસ દારૂની મહેફીલ જામતી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. તળાવની આજુબાજુ દારૂની પોટલીઓ અને ખાલી બોટલો પડેલી જોવા મળી રહી છે.
તળાવ (Lake) માં મગરો હોવા છતાં ચેતવણી બોર્ડ નહીં
ચોંકાવનારી બાબત એ છે કે આ તળાવ (Lake) માં મગરો જોવા મળ્યા હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મગરથી સાવચેતી અંગે કોઈપણ પ્રકારના ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીં સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે, પરંતુ તેમની કામગીરી માત્ર નામ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ભીલોડામાં નર્સિંગ વિદ્યાર્થી (Student) પર હુમલાના વિરોધમાં મેઘરજ સજ્જડ બંધ, ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટની ધરપકડ
ભ્રષ્ટાચારનો આરોપ? ખર્ચનો ફાયદો કોને?
એક બાજુ બ્યુટીફિકેશન બાદ ગેટ લગાવવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ તળાવની આખી હદ ખુલ્લી મુકવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ સરળતાથી તળાવ (Lake) માં પ્રવેશ કરી શકે છે. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે તળાવનું બ્યુટીફિકેશન વિકાસ માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર માટે કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જો યોગ્ય જાળવણી અને સુરક્ષા ન કરવામાં આવે તો આવા બ્યુટીફિકેશનનો ફાયદો કોને?
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
