- શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આણંદમાં ઉજવણી
- ભગવાન શ્રી રામની પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ
અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આણંદ શહેરમાં પણ ભવ્ય ઉજવણી થાય તે માટે સ્થાનિક યુવકો અને આર એસ એસના કાર્યકરો દ્વારા બે લાખથી વધુ સનાતની પરિવારોમાં ભગવાન શ્રી રામની પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ કરવામાં. આવી રહ્યું છે ૫૦૦ વર્ષ પછી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ અને વિશ્વના હિન્દુઓ રામમય બની ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ સહિત હિન્દૂ સંગઠનોનાં કાર્યકરો વર્ષો બાદ મંદિરમા સ્થાન પામનાર શ્રીરામના મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસાર-પ્રચારના કામે લાગી ગયા છે. અયોધ્યામાં નિર્માણ થયેલ શ્રીરામ મંદિરના મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશના હિન્દુઓ જોડાય તે માટેનુ અભુતપુર્વ આયોજન આર.એસ.એસ. દ્વારા કરવામાં આવ્યુ છે. અયોધ્યામાથી પુજા થયેલા અક્ષત (ચોખા) અને ભગવાન શ્રી રામ અને મંદિરના ફોટો સાથે શ્રી રામ મંદિરની વિગતો અને વિશેસતા દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં આશરે બે લાખથી વધુ પરિવારોમાં પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ કરવામાં આવનાર છે. આણંદ શહેરમાં મઠીયા ચોરા વિસ્તારમાં આરએસએસનાં. સ્વયં સેવકો અને સ્થાનિક યુવકો દ્વારા ઢોલવાજા સાથે ઘરે ઘરે ફરીને લોકોને ભગવાન શ્રીરામની પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ કર્યું હતું. ત્યારે જય શ્રી રામનાં જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સ્થાનિક યુવાનો દ્વારા દારૂખાનું ફોડી પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ કરતા યુવાનોનું સ્વાગત કર્યું
યુનુસ વહોરા, દિવ્યાંગ ન્યૂઝ,આણંદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં