
- ગઢડાના ભીમડાદ ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
- ભીમડાદ ગામે સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તે રજુઆત
- આજરોજ કુંવરજીભાઇ બાવાળીયાએ ભીમડાદ ગામે પાણી છોડ્યું હતું
ગઢડા તાલુકાના ભીમડાદ ગામે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વરદ હસ્તે સૌની યોજના અંતર્ગત તળાવમાં પાણી છોડવામાં આવ્યું ભીમડાદ ગામે તળાવમાં પાણી છોડવામાં આવતા સાત જેટલા ગામોને મળશે ચીંચાઇ ના પાણીનો લાભ. સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ભીમડાદ સહિતના ગામોના ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે આજરોજ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા પહોંચ્યા હતા અને ખેડૂતોએ ની માંગ હતી કે ભીમડાદ ગામે સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તે રજુઆત ને લઈને આજરોજ કુંવરજીભાઇ બાવાળીયાએ ભીમડાદ ગામે પાણી છોડ્યું હતું. વધુ માં કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની જે માંગ હતી તે અનુસાર આજરોજ બોટાદ જિલ્લાના ભીમડાદ ડેમ પુરાણો ડેમ છે અને આ ડેમને પણ જેતે વખતે સૌની યોજના સાથે જોડાવા મંજૂરી મળી હતી અને રાજકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 115 ડેમ સૌની યોજનાથી ભરવા જાહેરાત કરી હતી એ પૈકીનો આ ડેમ જે ડેમમાં બાજુમાં અગાઉ જોડાણ આપેલું પણ ટેકનિકલ ફાર્મિને કારણે આ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી નાખી શકાતો ન હતું આ વિસ્તારના સૌ આગેવાનો વગેરેની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમારા સૌની યોજના ના વિભાગના અધિકારીઓને સૂચના આપતા એમણે એક નવો વાલ મુકાવીને એ વાલ્વના માધ્યમથી ભીમડાદ ડેમ ભરી શકાય એ રીતની વ્યવસ્થા ગોઠવી અને એના ભાગરૂપે આજે અમે બધા સૌ આગેવાનો બધા અધિકારીને ઉપસ્થિતિમાં ભીમડાદ ડેમમાં પાણી નાખવા માટેનો આ વાલ ઓપનિંગ કરીને આજથી આ ડેમ ફરવા માટેનું શરૂ થશે જેને કારણે નીચેના સાતેક ગામમાં પાણી મળતું થશે અને ખેડૂતોને એનો લાભ મળશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.