અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામની એકતા ટ્રાવેલ્સની લકઝરી બસનો રાજસ્થાનના જોધપુર નજીક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર ટ્રેલર સાથે બસ સામસામે અથડાતા અકસ્માત ભયાનક સ્વરૂપે ફેરવાયો હતો. આ અકસ્માત (Accident) માં ગુજરાતના અરવલ્લી જિલ્લાના 4 મુસાફરો અને રાજસ્થાનના 1 વ્યક્તિ સહિત કુલ 5 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
કેરૂ ગામ પાસે મંગળવારે સાંજે સર્જાયો અકસ્માત (Accident)
ભયાનક ટક્કરમાં બસમાં સવાર 16 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો તેમજ ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માત (Accident) જોધપુર-જેસલમેર હાઈવે પર કેરૂ ગામમાં મુલાનાડ નાકા પાસે મંગળવારે સાંજે અંદાજે 4:30 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક પણ થોડીવાર માટે ઠપ્પ થઈ ગયો હતો.
અકસ્માત (Accident) માં ઘાયલ થયેલા 16 પૈકી 14 જેટલા મુસાફરોને વધુ સારવાર માટે ગુજરાતના મોડાસા ખાતે લાવવામાં આવ્યા હતા. તેમને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબો મુજબ, મોડાસામાં સારવાર લઈ રહેલા તમામ 14 ઘાયલ મુસાફરોની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પરિવારોને થોડી રાહત મળી છે. અકસ્માત અંગે રાજસ્થાન પોલીસ દ્વારા ટ્રેલર અને બસ ચાલકની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત (Accident) નું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
