સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરી (Theft) નો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. કોપર વાયર ચોરીના ઇરાદે કંપનીમાં ઘૂસેલા ત્રણ આરોપીઓ 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજશોક કરવા રૂપિયા ચોરી (Theft) કર્યા. બાદમાં ચોરીના રૂપિયા લઈને આરોપીઓ મોજશોખ માટે બોમ્બે ભાગી ગયા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલીશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટ બની પોલીસ માટે ક્લૂ
જોકે, ઘટનાસ્થળના CCTVમાં થયેલી ઓખળ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6.05 લાખની રોકડ રકમ પણ રિકવર કરી છે.
નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા
30 ડિસેમ્બરના રોજ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી 11 લાખ 70 હજાર રૂપિયાની રોકડ ચોરી (Theft) કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.
રેતીના ઢગલામાં દાટ્યા લાખો રૂપિયા
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે આરોપી શુભમ ઉર્ફે નેપાળી અને દીપક ઉર્ફે કાલિયાનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો, પરંતુ ફેક્ટરીમાં ચોરી (Theft) કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓ ભણેલા ન હોવાથી તેમને નોટો ગણતા પણ આવડતું નહોતું. આટલી મોટી રકમ જોઇ તેઓ મુંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો અંદાજે એકબીજામાં વહેંચી દીધા હતા. ત્યારે દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલો હતો તેથી તણે વિચાર્યું કે, જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે, એટલે તેણે ફિલ્મી સ્ટાઈલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા. જોકે, પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બની સૌથી મોટી ભૂલ
ચોરી (Theft) કર્યા બાદ આ ટોળકીનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કીએ સૌથી મોટી ભૂલ કરી. તેણે ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર ‘Going to Bombay’ લખીને પોસ્ટ મૂકી દીધી હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટે પોલીસને સીધો રસ્તો બતાવ્યો કે આરોપીઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ જીલ્લાના બાવળામાં ગટરના પાણીનો કહેર, 7 વર્ષથી 9 સોસાયટીના રહીશો (Residents) નરકાગારમાં જીવવા મજબૂર
પૈસા હાથમાં આવતા જ આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને તેઓ સીધા મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ એક જાણીતા બારમાં ડાન્સર્સ ઉપર હજારો રૂપિયા પણ ઉડાવ્યા હતા. ગરીબીમાં જીવતા આ ચોર મુંબઇની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા અને પોતાની પાછળ પોલીસ પડી છે તેનું પણ ભાન ભૂલી ગયા હતા.
ચોરી (Theft) ના રૂપિયાથી નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો
મોજશોખની હદ તો ત્યારે થઈ જ્યારે શુભમ નેપાળીએ રહેવા માટે રૂપિયા 11 હજારનો ભાડે આલીશાન રૂમ રાખ્યો હતો. એટલાથી મન ન ભરાતા તેણે ચોરીના રૂપિયાથી નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જેથી તે પોતાના ફોટા પાડી શકે. આ બધી જ વિગતો પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી હતી.
ત્રણેય આરોપીને ઝડપી પાડી 6.05 લાખ રૂપિયા રિકવર કર્યા
પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યો અને ત્રણેય આરોપીઓ શુભમ ઉર્ફે નપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રેતીમાં દાટેલા 6.05 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
