હોલીવુડના પ્રખ્યાત ઓસ્કાર વિજેતા અભિનેતા Gene Hackman નું અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૯૫ વર્ષીય અભિનેતા બુધવારે બપોરે તેમના ન્યુ મેક્સિકો સ્થિત ઘરમાં તેમની ૬૩ વર્ષીય પત્ની Betsy Arakawa અને કૂતરા સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ન્યૂ મેક્સિકોના સાન્ટા ફે કાઉન્ટી શેરિફ એડન મેન્ડોઝાએ તેમના નિવેદનમાં આ માહિતી આપી છે. પોલીસ જીન અને તેની પત્નીના મૃત્યુની તપાસ કરી રહી છે.
ઘરમાંથી મળી આવ્યો અભિનેતા Gene Hackman અને તેની પત્નીનો મૃતદેહ
પોલીસે આ બાબતે કહ્યું, ‘અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે Gene Hackman અને તેની પત્ની બેટ્સી બુધવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે. શેરિફ મેન્ડોઝાએ કહ્યું છે કે આ કેસમાં કોઈ ગેરરીતિના સંકેતો નથી. જોકે, તેમણે દંપતીના મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. જીન અને બેટ્સી ક્યારે મૃત્યુ પામ્યા તે પણ તેઓએ જણાવ્યું ન હતું.
૯૫ વર્ષીય Gene Hackman ૧૯૮૦ના દાયકાથી ન્યૂ મેક્સિકોના સાન્ટા ફેમાં રહેતા હતા. ૧૯૯૧ માં, તેમણે તેમની પત્ની Betsy Arakawa સાથે લગ્ન કર્યા. બંને ઓલ્ડ સનસેટ ટ્રેઇલ નામના ગેટેડ કમ્યૂનિટીમાં રહેતા હતા. બુધવારે શેરિફના ડેપ્યુટીઓ બે વૃદ્ધ લોકો અને એક કૂતરાના મૃત્યુની તપાસ કરવા માટે દંપતીના ઘરે પહોંચ્યા. તે સ્પષ્ટ નથી કે મૃત્યુના અહેવાલ મળ્યા પછી અધિકારીઓ ત્યાં આવ્યા હતા કે ઘરના વેલ્ફેયર ચેક માટે આવ્યા હતા.
આ પણ વાંચો : Vivo T4x 5G ટૂંક સમયમાં લોન્ચ થશે, 6500mAh બેટરી હશે, કિંમત 13 હજારથી ઓછી હશે
અધિકારીઓએ ઘટનાસ્થળેથી 90 વર્ષના એક વૃદ્ધ પુરુષ અને 60 વર્ષની એક વૃદ્ધ મહિલાના મૃતદેહ બહાર કાઢ્યા. શેરિફે કહ્યું, ‘હું કહી શકું છું કે અમે હમણાં મૃત્યુનું કારણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ અમે સર્ચ વોરંટ પર મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. હું કમ્યૂનિટી અને વિસ્તારમાં રહેતા લોકોને કહેવા માંગુ છું કે તેમને કોઈનાથી કોઈ ખતરો નથી.
Gene Hackman એ 40 વર્ષ સુધી હોલીવુડમાં કામ કર્યું. ચાર દાયકાની કારકિર્દીમાં, હેકમેને ‘ધ ફ્રેન્ચ કનેક્શન’, ‘સુપરમેન’ અને ‘ધ રોયલ ટેનેનબૌમ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે 2004 માં ઉદ્યોગમાંથી નિવૃત્તિ લીધી. જીનની પત્ની બેટ્સી એક શાસ્ત્રીય પિયાનોવાદક હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી