સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીનો આજરોજ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત સમારોહમાં 1300 થી વધુ વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પહેલા 19 અને 20 મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. આશિષ દેસાઈના જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસના કુલ 1318 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ડૉ. જોશીની ઉપસ્થિતિ આ સમારોહને વિશેષ બનાવ્યો હતો. કારણ કે તેઓ ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વિશ્વ અને દેશભર જાણીતા છે. ડો. જોશી તેમના કોન્વોકેશન એડ્રેસમાં વિદ્યાર્થિઓને સંશોધનના ક્ષેત્રમાં આગળ વધીને દેશના વિકાસમાં કઇ રીતે યોગદાન આપી શકે તે માટે તે માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કે.પી. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક પટેલે વિદ્યાર્થિઓને દેશના વિકાસમાં કઇ રીતે તેઓ યોગદાન આપી શકે તે અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને જાણીતા દાતા અને એન્ટરપ્રાઇઝ વોયેજર શ્રી રાજેન શાહ વિદ્યાર્થિઓ પોતાની આંતરિક શક્તિઓ કઇ રીતે વિકસાવી શકે તેની વાત કરી હતી . આ પ્રસંગે યુનિવર્સિટીના ટોપર્સને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભરત શાહે પ્રેરક ઉદબોધન કર્યું હતું. પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો સહિતની હાજરીમાં પ્રોવોસ્ટ ડો. કિરણ પંડ્યા સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કોલેજોના 8000 થી વધુ વિધાર્થીઓ ભાગ લીધો હતો. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ SUMUN એક્ટિવિટી હતી. જેમાં વિધાર્થીઓ યુનાઈટેડ મોડલ નેશન રજૂ કરશે એટલે કે પેન ઈન્ડિયામાંથી એન્જિનિયરિંગ ના વિધાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષયો પર ડીબેટ કરવા સાથે સોલ્યુશન પણ રજૂ કર્યા હતા.