સુરત. એન. ડી. કોઠારી સ્કૂલ ખાતે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓની અદ્ભુત પ્રતિભા અને રચનાત્મકતા જોવા મળી હતી. બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શાળાની સમગ્ર શિક્ષા અને કલાત્મક ઉત્તૃકૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે માજી મેયર હેમાલી બોઘવાલા, ડીપીઈઓ ડૉ. અરુણ અગ્રવાલ, સુરત ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ના અધ્યક્ષ સુનિલ જૈન, રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમ શેખાવત, શાહ પબ્લિસિટીના સંસ્થાપક યશવંત શાહ, મહાવીર ઇન્ટરનેશનલના ઉપાધ્યક્ષ ગણપત ભણસાલી, લોકતેજ અખબારના તંત્રી કુલદીપ સનાધ્ય ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસીય આયોજનના પ્રથમ દિવસ “એ ડે ઇન એન ડી કે” તરીકે ઉજવાયો હતો. જેમાં વિવિધ વિષયોને રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી દર્શાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં શિક્ષા અને સર્જનાત્મકતા નો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
બીજા દિવસે કળયુગ થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાભારત પર આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવું હતી, જેના માધ્યમથી આધુનિક યુગમાં તેનું મહત્વ અને શિક્ષા ને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી હતી.