સનરાઈઝર્સ હૈદરાબાદના ડેશિંગ ક્રિકેટર ઈશાન કિશન (Ishan Kishan) અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિશન પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન પર કટાક્ષ કરતો નજરે પડે છે
ભારતીય ક્રિકેટર ઈશાન કિશન (Ishan Kishan) અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ઇશાન કિશન સાથેની તેમની વાતચીત ચર્ચાનો વિષય બની છે. કિશન, જેણે IPL 2025 ની પોતાની પહેલી જ મેચમાં 106 રન બનાવીને જોરદાર સદી ફટકારી હતી. આ વાયરલ વીડિયોમાં, તેણે પાકિસ્તાની વિકેટકીપર અને પાકિસ્તાન ODI ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન પર પણ કટાક્ષ કર્યો છે, જે વિકેટકીપિંગ દરમિયાન ખૂબ જ વધારે અપીલ કરતો રહે છે.
અનિલ ચૌધરીએ કિશનની પ્રશંસા કરતા કહ્યું કે તે હવે એક પરિપક્વ ખેલાડી બની ગયો છે. આ સાથે તેમણે એ પ્રશ્ન પણ પૂછ્યો કે પહેલા ઇશાન વિકેટકીપિંગ કરતી વખતે ઘણી અપીલ કરતો હતો પણ હવે તે એવું નથી કરતો. ચૌધરીએ પૂછ્યું કે આ પરિવર્તન કેવી રીતે આવ્યું?
મોહમ્મદ રિઝવાન જેવું કરીશ તો…
ઈશાન કિશને (Ishan Kishan) રમુજી રીતે જવાબ આપ્યો અને કહ્યું, “મને લાગે છે કે અમ્પાયરો સ્માર્ટ બની ગયા છે. જો આપણે દર વખતે અપીલ કરીએ, તો અમ્પાયર આઉટ માટે પણ નોટ-આઉટ આપશે. તેના કરતા એ સારું છે કે એકવાર અપીલ કારો, ક્યારે અપીલ કરવા જેવી છે ત્યારે અપીલ કરી, તમને પણ કોન્ફીડન્સ રહેશે કે તમે સાચા ટાઇમ પર અપીલ કરી છે. નહિ તો જો હું હવે મોહમ્મદ રિઝવાન જેવું કંઈક કરીશ, તો તમે મને એક વાર પણ આઉટ નહીં આપો.”
View this post on Instagram
ઈશાન કિશન (Ishan Kishan) શાનદાર ફોર્મમાં છે
ઈશાન કિશન હાલમાં શાનદાર ફોર્મમાં છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે અણનમ ૧૦૬ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે ૧૧ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા. અગાઉ, SRH એ એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચનું આયોજન કર્યું હતું, તેમાં પણ કિશનએ તોફાની બેટિંગ કરી હતી. કિશન તેની આઈપીએલ કારકિર્દીમાં 3,000 રન પૂરા કરવાની ખૂબ નજીક છે. આ માટે તેણે 250 વધુ રન બનાવવા પડશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી