ઘણી વખત, હાઇવે પર ઘણા કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનો જ જોવા મળે છે. કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવાથી એનર્જી અને સમય બંનેનો વ્યય થાય છે. રાઇડ શેરિંગ કંપની Uber હવે લોકોને તેમની કાર 5 દિવસ સુધી ન વાપરવા બદલ પૈસા ચૂકવી રહી છે.
શું તમે દરરોજ ટ્રાફિક જામમાં ફસાયેલા ડ્રાઇવિંગથી કંટાળી ગયા છો? તમારી સાથે ક્યારેક એવું બન્યું હશે કે તમે ક્યાંક જવા માટે તમારી કાર લઈને બહાર નીકળ્યા અને ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. ઘણી વખત હાઇવે પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનો જ જોવા મળે છે. કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવાથી એનર્જી અને સમય બંનેનો વ્યય થાય છે. હવે કલ્પના કરો કે તમારી કાર ન ચલાવવા માટે તમને પૈસા મળે તો ?! આ સંભાળીએ વિચિત્ર લાગતું હશે? પણ આ વાત સાચી છે. રાઇડ શેરિંગ કંપની Uber આ કરી રહી છે. Uber લોકોને વાહન ન ચલાવવા માટે પૈસા આપી રહી છે. તો ચાલો તમને જણાવીએ કે એ કેવી રીતે.
કાર છોડો, પૈસા કમાઓ!
Uber એવા 175 લોકોની શોધ કરી રહ્યા છે કે જે આખા મહિના માટે કાર ઘરે પાર્ક કરી રાખે. બદલામાં તે તેમને $1000 (અંદાજે ₹83,000) આપશે. આ પ્રોગ્રામ જુલાઈના અંતથી શરૂ થશે અને પાંચ અઠવાડિયા સુધી ચાલશે.
જો કાર ન હોય તો મુસાફરી કરવાનો બીજો રસ્તો કયો?
ચિંતા કરશો નહીં, તમારે ઘરે રહેવું પડશે નહીં. Uber તમને આ $1000 આપશે જેથી કરીને તમે કાર સિવાય મુસાફરીની અન્ય રીતો અપનાવી શકો. તમે આ પૈસાનો ઉપયોગ Uber કાર ખરીદવા કરવા, બસ કે ટ્રેનમાં મુસાફરીમાં, સાયકલ અથવા સ્કૂટર ભાડે લેવા, અથવા તમે એક દિવસ માટે કાર ભાડે લેવા માટે પણ પૈસાનો ઉપયોગ કરી શકો છો.
Uber નો હેતુ શું છે?
Uber લોકોને બતાવવા માંગે છે કે દરેક સમયે તેમની કાર પર નિર્ભર રહેવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે ઓછા વાહનોનો ઉપયોગ કરીને વ્યક્તિ આરામથી જીવી શકે છે.
કયા શહેરોનો સમાવેશ થાય છે?
આ પ્રોગ્રામ માટે Uber ઉત્તર અમેરિકાના સાત શહેરોમાંથી લોકોને પસંદ કરશે. જો તમે લોસ એન્જલસ, શિકાગો, વોશિંગ્ટન ડીસી, મિયામી, સાન ફ્રાન્સિસ્કો, ટોરોન્ટો અથવા વેનકુવરમાં રહો છો તો તમારા માટે સારા સમાચાર છે. Uber આ દરેક શહેરોમાંથી લોકોને પસંદ કરશે અને તેમને આ પ્રોગ્રામમાં સામેલ કરશે.
આ પણ વાંચો: IND W vs SA W Test Match: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ચમકાર, ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું
તમે પણ એક ભાગ બની શકો છો!
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેટલાક નિયમો છે. તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ અને તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત ઉપયોગ કરતા વાહન ધરાવો છો. ઉપરાંત, તમારે તમારા અનુભવને અન્ય લોકો સાથે શેર કરવામાં આરામદાયક હોવું જોઈએ. જે લોકો તેમની કારને થોડો આરામ આપવા માંગે છે, તો તમે 7મી જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. આ કાર્યક્રમ 22 જુલાઈથી 25 ઓગસ્ટ સુધી ચાલશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી