લંડનમાં યોજાયેલી હરાજીમાં 10 રૂપિયાની બે ભારતીય ચલણી નોટ લાખોમાં વેચાઈ હતી. આમાંથી એક નોટ 6.90 લાખ રૂપિયામાં અને બીજી 5.80 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ બંને નોટો 106 વર્ષ જૂની છે. આવામાં શું તમે જાણો છો કે આ નોટોમાં શું ખાસ હતું કે તે આટલી ઊંચી કિંમતે વેચાઈ?
ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં વિશ્વના અનેક દેશોની બેંક નોટોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વિવિધ દેશોની વર્ષો જૂની નોટો વેચાઈ હતી. આ હરાજીમાં ભારતની ઘણી બેંક નોટો પણ હતી. જેમાં 10 રૂપિયાની બે ભારતીય નોટોની હરાજી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ નોટો માટે 2.7 લાખ રૂપિયા સુધીની બોલી લગાવવામાં આવી રહી છે, પરંતુ તે આના કરતા ઘણી વધારે કિંમતે વેચાઈ છે.
બેંક નોટોની આ હરાજી મેફેયરમાં નૂનન્સ કરાવી રહી છે. આ સંસ્થા 1990ના દાયકાથી જૂની નોટો, સિક્કા, જ્વેલરી અને મેડલની હરાજી કરી રહી છે. જો કે આ હરાજીમાં ઘણી ભારતીય બેંક નોટો છે, પરંતુ સૌથી ખાસ 10 રૂપિયાની બે નોટ છે. આ બંને નોટો 106 વર્ષ જૂની છે. તેમાંથી 10 રૂપિયાની એક નોટ 6,500 પાઉન્ડ એટલે કે 6.90 લાખ રૂપિયામાં અને બીજી નોટ 5,500 પાઉન્ડ એટલે કે 5.80 લાખ રૂપિયામાં વેચાઈ હતી.
આ નોટોમાં શું છે ખાસ?
10 રૂપિયાની આ બે નોટ ઘણી રીતે ખાસ છે. આ બંને નોટો એસએસ શિરાલા નામના જહાજના ભંગારમાંથી મળી આવી હતી, જેને જર્મન સબમરીન દ્વારા ટોર્પિડો લોન્ચ કરી ડુબાડવામાં આવ્યું હતું.
એસએસ શિરાલા એ બ્રિટિશ જહાજ હતું, જે બોમ્બે (હાલનું મુંબઈ) થી દારૂ, જામ અને દારૂગોળો લઈને લંડન જઈ રહ્યું હતું. 2 જુલાઈ, 1918 ના રોજ, આ જહાજ જર્મનના ટોર્પિડો દ્વારા અથડાયા બાદ આઇરિશ દરિયાકાંઠે ડૂબી ગયું હતું.
આ જહાજના ભંગારમાંથી 10 રૂપિયાની આ બે નોટો મળી આવી હતી. આ બંને નોટો 25 મે 1918ના રોજ જારી કરવામાં આવી હતી. આ નોટો પર રાજ્યપાલની સહી પણ નથી.
શા માટે બંને નોટ આટલા ઊંચા ભાવે વેચાઈ ?
નૂનાન્સ ઓક્શન સાથે સંકળાયેલા થોમસિના સ્મિથે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તેણે આવી દુર્લભ બેંક નોટો ક્યારેય જોઈ નથી. આ નોટો ત્યારે જ સામે આવી જ્યારે બેંક ઓફ ઈંગ્લેન્ડે સોશિયલ મીડિયા પર 1918માં થયેલી આ દુર્ઘટનાની જાણકારી આપી.
તેણે કહ્યું કે આ બંને નોટ સારી સ્થિતિમાં છે, કારણ કે તેને બંડલમાં ચુસ્ત રીતે રાખવામાં આવી હશે, તો જ તે દરિયાના પાણીમાં પણ સુરક્ષિત રહી છે. આ ઉપરાંત તેનું પેપર પણ ઉત્તમ ગુણવત્તાનું છે.
સ્મિથે જણાવ્યું કે જહાજ ડૂબ્યા બાદ 5, 10 અને 1 રૂપિયાની ઘણી નોટો તરતી રહી હતી. આ એવી નોટો હતી જેના પર કોઈ ગવર્નરે સહી પણ કરી ન હતી. મોટાભાગની નોટો નાશ પામી હતી, પરંતુ કેટલીક નોટો રહી ગઈ હતી. 10 રૂપિયાની આ બે નોટો પણ તેમાંથી એક છે.
Two 10-rupee banknotes that were recovered from the wreck of the SS Shirala, which was sunk by a German U-boat on 2 July 1918.
See link to catalogue https://t.co/90hOK7qWUG#banknotes #indianrupee #shipwreck #uboat #WW1 pic.twitter.com/okeBd5oomw
— Noonans Mayfair (@NoonansAuctions) May 24, 2024
100 રૂપિયાની આ નોટની પણ હરાજી કરવામાં આવશે
બેંક નોટોની આ હરાજીમાં માત્ર 10 રૂપિયાની નોટ જ ખાસ નથી, પરંતુ 100 રૂપિયાની નોટ પણ ખાસ છે. આ 100 રૂપિયાની નોટની હરાજી પણ ટૂંક સમયમાં થવા જઈ રહી છે.
આ પણ વાંચો: તિબેટ ચીનમાં લાવી શકે છે આર્થિક સુનામી…ભારત માટે પણ ખતરો!
પીટીઆઈ અનુસાર, બ્રિટિશ યુગની આ 100 રૂપિયાની નોટની 4,400 થી 5,000 પાઉન્ડની વચ્ચે હરાજી થઈ શકે છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ 5 લાખ રૂપિયાથી વધુ છે.
100 રૂપિયાની આ નોટ પર કલકત્તાના ગવર્નરની સહી હતી. આ નોટની ખાસ વાત એ છે કે તેના પર હિન્દી અને બંગાળી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં રકમ લખેલી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી