સુરત. સુઝુકી દ્વારા નવા રંગરૂપ અને ફિચર્સ સાથે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સુઝુકી એક્સેસ ૧૨૫ની સુરત ખાતે વેલેન્ટાઇન ડે પર એક સાથે ૧૨૫ ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવી હતી. આ પ્રસંગે રિ બાઉન્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેલેન્ટાઇન ડે પર ખાસ ઓફર મૂકવામાં આવી હતી કે પ્રથમ ૧૨૫ ગ્રાહકો જે સુઝુકી ૧૨૫ની ખરીદી કરશે તેઓને ચાંદીના સિક્કા ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા. ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે સુરતમાં સુઝુકીના ડીલરો રાજેશ શાહ, ધર્મેશ શાહ, નયન ઇન્ટવાળા, સુમિત જૈન અને દીપક ગઢિયા તથા જોય ઠક્કર એરિયા મેનેજર સુઝુકી મોટર સાઇકલ દ્વારા રિ બાઉન્સ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તમામ ડીલર દ્વારા 125 ગ્રાહકોને સુઝુકી 125ની ડિલિવરી આપવામાં આવી હતી સાથે જ તમામને ચાંદીના સિક્કા ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ગેમ્સ રમાડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.