અમદાવાદમાં ગઈકાલે (19 ઓગસ્ટ) ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટ (Student) નું મર્ડર કર્યું છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થી (Student) ને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે. ઘટનામાં વિદ્યાર્થી (Student) ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થી (Student) ના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધ્યો છે, અને સગીર આરોપીની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી (Student) નું સારવાર દરમિયાન મોત
ધોરણ 10ના વિદ્યાર્થી (Student) પર 7થી વધુ કિશોરોએ હુમલો કર્યો હતો. ધોરણ 8ના વિદ્યાર્થી (Student) એ મિત્રો સાથે મળી આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, વિદ્યાર્થી (Student) ને પેટના ભાગે છરી મારતા ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, અગાઉ થયેલી ધક્કામુક્કીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો, વિદ્યાર્થીનું મોત થતા શાળામાં વાલીઓએ કર્યો હોબાળો અને હુમલો કરનાર કિશોરોની પોલીસે અટકાયત કરી છે.
પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર માર્યો
વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી. લોકોના ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને માર મારવાનું ચાલું રાખ્યું હતું. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાખી હતી. બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો છે.
#WATCH | Gujarat: A class 8 student was stabbed and injured by a student of class 10 in Seventh-Day Adventist school, Ahmedabad, yesterday.
Visuals from the school as people, including the injured child’s relatives, create ruckus here. pic.twitter.com/A1jHkTcZFd
— ANI (@ANI) August 20, 2025
આ પણ વાંચો : Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટથી શરૂ થાય છે, જાણો પહેલા દિવસે શું કરવું અને શું ન કરવું
ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલમાં પહોંચ્યા
મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલે પહોંચી ગયા છે. સાથે જ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે 9 લોકોના નિવેદન નોંધ્યા છે, પોલીસે શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોના નિવેદન નોધ્યા છે. તેમાં સામે આવ્યુ કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી છે અને તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ ડીઈઓ કચેરીને કરવામાં ન આવતા તેમને આ બાબતે સ્કૂલને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
